Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથના અધિકારીએ શ્રીરામચરિત માનસના અખંડ પાઠ કર્યા:પરેશભાઈ રવેસિયા પરિવાર દ્વારા બે દિવસીય સંગીતમય પાઠનું આયોજન

    19 hours ago

    ગીર સોમનાથ જિલ્લા સેવા સદનમાં ક્લાસ ટુ અધિકારી પરેશભાઈ હિંમતલાલ રવેસિયા અને તેમના પરિવારે ચૈત્ર માસ નિમિત્તે શ્રીરામચરિત માનસના સંગીતમય અખંડ પાઠનું આયોજન કર્યું હતું. મૂળ સુરેન્દ્રનગરના વતની પરેશભાઈ રવેસિયા પરમ હનુમાન ભક્ત છે. આ અનુષ્ઠાન છેલ્લા બે વર્ષથી યોજવામાં આવે છે. આ પાઠનું અનુષ્ઠાન બે દિવસ સુધી ચાલે છે, જેમાં સવારે 7:30 વાગ્યાથી શરૂ થઈને બીજા દિવસે સાંજ સુધી શ્રીરામચરિત માનસના પાઠ કરવામાં આવે છે. આ સાથે હવન અને પૂજાનું પણ આયોજન કરવામાં આવે છે. કષ્ટભંજન હનુમાન મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે ચૈત્ર માસમાં આ પાઠ કરવાથી જીવનના દરેક દુઃખ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં પણ યશસ્વી જીવન મેળવવા માટે આવા પાઠના અનુષ્ઠાનનો ઉલ્લેખ છે. આ ધાર્મિક કાર્યક્રમ કષ્ટભંજન હનુમાનજી મંદિર, ગ્રાસિમ રેયોન ઇન્ડસ્ટ્રી ગેટ સામે, વેરાવલ, ગીર સોમનાથ ખાતે યોજાયો હતો. જેમાં પરિવારના સભ્યો, સ્નેહીજનો અને મંદિરે પધારતા હનુમાન ભક્તો સહભાગી થઈ ધન્યતા અનુભવે છે. પાઠ બાદ ફરાળ અને પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પરેશભાઈ ઠક્કર દ્વારા વર્ષ દરમિયાન આવા અનેક ધાર્મિક, સામાજિક તેમજ આરોગ્ય સેવાના કાર્યોમાં સહભાગી થઈ પુણ્યનું ભાથું બાંધવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    રાચ્છ-ચોથાણી પરિવારના કુળદેવી મોમાઈ માતાજીનો હવન યોજાયો:ચૈત્ર અને આસો નવરાત્રીની આઠમે મઢ ખાતે પૂજા અર્ચના
    Next Article
    ‘Who are we protecting?’: Deepak Tijori questions ‘half-muted’ abuses in Dhurandhar 2, flags CBFC’s OTT vs theatre ‘double standard’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment