Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાચ્છ-ચોથાણી પરિવારના કુળદેવી મોમાઈ માતાજીનો હવન યોજાયો:ચૈત્ર અને આસો નવરાત્રીની આઠમે મઢ ખાતે પૂજા અર્ચના

    17 hours ago

    સમસ્ત રાચ્છ પરિવાર અને ચોથાણી પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજીના મઢ ખાતે ચૈત્ર માસની નવરાત્રી તેમજ આસો માસની નવરાત્રીની આઠમે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે બંને પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ હવનમાં સમસ્ત રાચ્છ પરિવારના સભ્યોએ માતાજીની સ્તુતિ, આરાધના અને પૂજા અર્ચના કરી હતી. ઉપસ્થિત ભક્તોએ હવનમાં બેસીને આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. મંદિરના પૂજારી હરિભાઈ સાધુએ જણાવ્યું હતું કે, માતાજી મંદિરના ટ્રસ્ટની કમિટી દ્વારા દર વર્ષે ચૈત્ર અને આસો માસની નવરાત્રીની આઠમે માતાજીના હવનનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી જાળવી રાખવામાં આવી છે. હવનમાં બેસવા ઈચ્છતા રાચ્છ પરિવારના સભ્યોએ લાભ લેવા માટે અગાઉથી નામ નોંધાવવા વિનંતી કરવામાં આવી છે. આ માટે અમદાવાદના વિનોદભાઈ એલ. રાચ્છ (મો. 9723170844) અને મંદિરના પૂજારી હરિભાઈ સાધુ (મો. 9825016603) નો સંપર્ક કરવા મોમાઈ માતાજીના પૂજારી છાડવારા દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    Daily Briefing: India, France work jointly to ensure security of Strait of Hormuz amid West Asia war
    Next Article
    ગીર સોમનાથના અધિકારીએ શ્રીરામચરિત માનસના અખંડ પાઠ કર્યા:પરેશભાઈ રવેસિયા પરિવાર દ્વારા બે દિવસીય સંગીતમય પાઠનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment