Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કર્ણાટકમાં પતિએ જાહેર રસ્તા પર પત્નીનું ગળું કાપ્યું:પછી કારથી કચડી નાખી, ઘટનાસ્થળે જ મોત; રાહદારીઓએ વીડિયો ઉતાર્યો

    10 hours ago

    કર્ણાટકમાં એક વ્યક્તિએ રસ્તાની વચ્ચે પત્નીની હત્યા કરી દીધી. તેણે પહેલા પત્નીનું ગળું કાપ્યું, પછી SUV વડે કચડી નાખી. ઘટનાના બે વીડિયો સામે આવ્યા છે. ઘટના કલબુર્ગી જિલ્લાના બલ્લુરગી ગામ નજીકની છે. વીડિયોમાં આરોપી પત્નીના વાળ પકડીને તેને મારતો દેખાઈ રહ્યો છે, જ્યારે મહિલા મદદ માટે ચીસો પાડતી જોવા મળે છે. પોલીસના જણાવ્યા અનુસાર, અક્ષય ગુરુવારે સવારે તેની પત્ની સાન્વી સાથે તીર્થસ્થળ ગનાગાપુરા જઈ રહ્યો હતો. બંને SUV કારમાં હતા. સવારે લગભગ 11 વાગ્યે રસ્તામાં બંને વચ્ચે ઝઘડો થયો, ત્યારબાદ અક્ષયે સાન્વીને ગાડીમાંથી બહાર ધક્કો મારી દીધો. ત્યારબાદ અક્ષયે રસ્તાની વચ્ચે સાન્વીના વાળ પકડીને માર મારવાનું શરૂ કર્યું અને દાતરડા વડે તેનું ગળું કાપી નાખ્યું. પછી તે સાન્વીને કારમાં બેસાડીને ખેતર તરફ લઈ ગયો. ત્યાં તેણે પત્નીને જમીન પર સુવડાવીને SUV ચડાવી દીધી. સાન્વીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. ઘટનાની ત્રણ તસવીરો… ચાર વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં કલાબુર્ગીના પોલીસ અધિક્ષક અડ્ડુરુ શ્રીનિવાસુલુના જણાવ્યા અનુસાર, બંનેના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. તેઓ મહારાષ્ટ્રના બારામતીના રહેવાસી હતા. પોલીસે કેસ નોંધ્યો છે. આરોપી અને તેના માતા-પિતાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં આરોપીની આસપાસ કેટલીક ગાડીઓ અને લોકો દેખાઈ રહ્યા છે. જ્યારે અક્ષય પત્નીનું ગળું કાપી રહ્યો હતો, ત્યારે ત્યાંથી એક કાર પણ પસાર થઈ હતી, જ્યારે એક વ્યક્તિ બાઇક પર ઊભો રહીને ઘટના જોઈ રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Daily Briefing: India, France jointly work towards ensuring security of Strait of Hormuz amid West Asia war
    Next Article
    કર્મચારીઓ-પેન્શનરોને ઝડપી ન્યાય મળશે:હાઈકોર્ટના ચુકાદાને 45 દિવસની અંદર અમલી કરવો ફરજીયાત, તમામ વિભાગોને કડક સૂચના

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment