Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક ખાતા સાબરનો વધુ એક વીડિયો:ગિરનાર ઇકો-સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક પ્રતિબંધ માત્ર કાગળ પર, અનેક ઘટના છતાં વન વિભાગ ઘોર નિંદ્રામાં

    10 hours ago

    ​પ્રકૃતિ અને પરમેશ્વરની સંગમ ગણાતા જૂનાગઢના ગિરનાર પર્વત અને ભવનાથ ક્ષેત્રમાં વન્યજીવોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. દિવ્ય ભાસ્કરના રિપોર્ટરના કેમેરામાં કેદ થયેલા દૃશ્યોએ પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા જન્માવી છે. ભવનાથ તરફ જતા મુખ્ય માર્ગ પર જંગલની બિલકુલ નજીક એક સાબર કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક ખાતું નજરે પડ્યું હતું. આ દૃશ્યોએ સાબિત કરી દીધું છે કે, ગિરનારના સુરક્ષિત ગણાતા જંગલ વિસ્તારમાં વન્યજીવો પ્લાસ્ટિક જેવા જીવલેણ પદાર્થો ખાવા મજબૂર બન્યા છે. વન વિભાગના 'પ્લાસ્ટિક મુક્ત ગિરનાર'ના દાવા ક્રૂર મજાક સમાન ભાસ્કર રિપોર્ટર જ્યારે ભવનાથ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તાની એક બાજુએ કચરાના ઢગલામાં એક સાબર મોઢું મારી રહ્યું હતું. નજીક જઈને જોતા માલૂમ પડ્યું કે, સાબર ખોરાકની શોધમાં પ્લાસ્ટિકની કોથળીઓ અને અન્ય કચરો આરોગી રહ્યું હતું. આટલું જ નહીં, ઝેરી પ્લાસ્ટિક આરોગ્યા બાદ આ વન્યજીવ બિન્દાસ્તપણે રસ્તો ક્રોસ કરીને ભવનાથ તરફ જતા માર્ગ પર આંટાફેરા કરતું પણ નજરે પડ્યું હતું. લોકોની સતત અવરજવર વચ્ચે વન્યજીવોનું આ રીતે પ્લાસ્ટિક ખાવું એ વન વિભાગના 'પ્લાસ્ટિક મુક્ત ગિરનાર'ના દાવાઓની ક્રૂર મજાક સમાન છે. પ્લાસ્ટિક વન્યજીવો માટે મોતનું કારણ બની શકે ​ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ગિરનાર વન્યજીવ અભયારણ્યની આસપાસના વિસ્તારને 'ઇકો-સેન્સિટિવ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં પ્લાસ્ટિકના વપરાશ, ગંદકી ફેલાવવા અને વન્યજીવોને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ છે. વન વિભાગ દ્વારા અવારનવાર પ્લાસ્ટિક મુક્ત અભિયાનની વાતો કરવામાં આવે છે અને પ્રવાસીઓને 'સુફિયાણી સલાહ' આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ભવનાથ જેવા સંવેદનશીલ વિસ્તારમાં આજે પણ પ્લાસ્ટિકનો કચરો ખુલ્લેઆમ ફેંકવામાં આવે છે, જે વન્યજીવો માટે મોતનું કારણ બની શકે છે. ગિરનારના અમૂલ્ય વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ ​અગાઉ પણ સાબર પ્લાસ્ટિક ખાતા હોય તેવા અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે, તેમ છતાં, વન વિભાગ હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેમ જણાય છે. ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ અને પ્લાસ્ટિક જપ્ત કરવાના દાવાઓ વચ્ચે જંગલના દ્વાર પર જ આ પ્રકારની ગંદકી વન વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે. જો સમયસર આ કચરાનો નિકાલ કરવામાં નહીં આવે અને પ્રવાસીઓ પર કડક નજર રાખવામાં નહીં આવે, તો ગિરનારના અમૂલ્ય વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. જાહેરમાં કચરો ફેંકનારા સામે કાર્યવાહી જરૂરી ​આ વીડિયો બાદ હવે પર્યાવરણ પ્રેમીઓ માગ કરી રહ્યા છે કે, વન વિભાગ માત્ર કાગળ પરની વાતો છોડીને વાસ્તવિક ધરાતલ પર કામગીરી કરે. ઇકો-ઝોન વિસ્તારમાં જે લોકો કચરો ફેંકે છે તેમની સામે કડક દંડનીય કાર્યવાહી થવી જોઈએ, જેથી અબોલ વન્યજીવોને ઝેરી પ્લાસ્ટિકના મોતના મુખમાં જતા બચાવી શકાય. હાલ તો આ ઘટનાએ વન વિભાગની 'સબ સલામત'ની પોલ છતી કરી દીધી છે. આ પણ વાંચો… ગિરનારનાં હરણ પ્લાસ્ટિક ખાતાં હોવાનો વીડિયો વાઇરલ, ભવનાથ ક્ષેત્રમાં જંગલી પ્રાણીઓની અવરજવર છતાં એકપણ સાઇન બોર્ડ નહિ ​જીવદયા પ્રેમીઓ માંગ કરી રહ્યા છે કે, વન આ પણ વાંચો… કચરામાં ખોરાક શોધતા હરણનો બે દિવસમાં બીજો વીડિયો વાઈરલ:પ્રકૃતિ પ્રેમીએ વનમંત્રીને ટ્વિટ કર્યું, ભવનાથમાં ઠેર ઠેર કચરાના ઢગલાની ફરિયાદ
    Click here to Read More
    Previous Article
    તિથલ દરિયાકિનારે હાઇબ્રિડ સિસ્ટમથી વીજળી ઉત્પન્ન થશે:પવન, સૂર્યપ્રકાશથી લાઈટો ઝળહળશે; CCTV કેમેરાથી સુરક્ષા સજ્જ
    Next Article
    Iran Hormuz Strait News | ઈરાને ભારત સહિત 5 'મિત્ર' દેશો માટે ખોલ્યું હોર્મુઝ સ્ટ્રેટ | India | War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment