Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટી પહેલ:પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઈલેક્શન મેનેજમેન્ટ સંસ્થામાં રિસર્ચ કરી શકશે

    4 days ago

    ભારતના ચૂંટણી પંચ અને ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ દ્વારા લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને મજબૂત કરવા માટે ત્રણ મોટી પહેલની જાહેરાત કરવામાં આવી છે. 2026માં ભારત આંતરરાષ્ટ્રીય આઇડીઇએના સભ્ય દેશોની કાઉન્સિલનું અધ્યક્ષપદ સંભાળવાનું છે. તે અંતર્ગત સમાવેશક અને ટકાઉ વિશ્વ માટે લોકશાહી થીમ પર આ કાર્યક્રમો યોજાશે. યુજીસીએ વડોદરાની મ.સ.યુનિ. સહિતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને આ તકોનો લાભ લેવા સૂચના આપી છે. આ પ્રોજેકટમાં ‘સ્ટુડન્ટ કનેક્ટ રિસર્ચ ચેલેન્જ’ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા યોજાશે. જેમાં વિવિધ દેશોની ચૂંટણી પ્રણાલી અને કાનૂની માળખા પર તુલનાત્મક સંશોધન કરવાનું રહેશે. શૈક્ષણિક મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ કેમ્પસમાં એક દિવસીય મુલાકાતનું આયોજન કરાશે. જેમાં વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના ચૂંટણી સંચાલનના ઓપરેશનલ પાસાઓ પ્રત્યક્ષ શીખવા મળશે. ઇન્ટરનેશનલ એકેડેમિક કોન્ફરન્સનું 18-19 જૂન 2026ના રોજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ કેમ્પસ, નવી દિલ્હી ખાતે યોજાશે. જેમાં પ્રોફેસરો અને સંશોધન વિદ્વાનો ચૂંટણી શાસનના સમકાલીન મુદ્દાઓ પર પોતાના રિસર્ચ પેપર રજૂ કરી શકશે. રિસર્ચ માટેના મુખ્ય વિષયો
    Click here to Read More
    Previous Article
    કોમર્સ ફેકલ્ટી દ્વારા ટાઇમ ટેબલની જાહેરાત:ટીવાય બીકોમ રેગ્યુલર સહિત ઓનર્સની પરીક્ષા 7 એપ્રિલથી
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:શિક્ષણ સમિતિમાં પીએમના જન્મદિને સ્થાપિત ‘નરેન્દ્ર પુસ્તકાલય’ને તાળું, પુસ્તકો ધૂળ ખાતાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment