Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેદીઓ વચ્ચે લોહિયાળ મારામારી થઈ:મધ્યસ્થ જેલમાં હત્યાના કેદીએ લૂંટના કેદીના પેટમાં પતરાની પટ્ટી મારી દીધી

    14 hours ago

    સેન્ટ્રલ જેલમાં બુધવારે 3 વાગ્યે હત્યાના ગુનાના કેદીએ લૂંટના ગુનાના કેદીને પતરાની પટ્ટી પેટમાં હૂલાવી દેતાં તે ગંભીર રીતે ઘવાયો હતો. હૂમલાખોર કેદીએ પતરાની પટ્ટી એટલી જોરથી પેટમાં હૂલાવી હતી કે તે પેટમાં જ રહી ગઇ હતી. ગંભીર રીતે ઘાયલ કેદીને સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ બન્ને કેદીઓ એક જ બેરેકમાં રહેતા હતા અને 2 મહિના પહેલા તેઓની વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને હુમલો કર્યો હતો. સુરતના ઓલપાડ પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટના ગુનામાં સજા કાપતો પાકા કામનો કેદી 54 વર્ષીય શિવબદન કેવટ બુધવારે બપોરે 3 વાગે જેલબંધી ખુલતા જેલના આઉટ સર્કલ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ફતેગંજ પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાના ગુનાનો કેદી ભયલુ દરબાર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે શિવબદનને જોઈને ભયલુ ઉશ્કેરાઈ ગયો હતો અને નજીકમાં પડેલી પતરાની પટ્ટી શિવબદનના પેટમાં મારી દીધી હતી. ઘટના બનતા અન્ય કેદીઓ અને પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા. શિવબદનને જેલની હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવીને સયાજી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબે પેટમાં રહેલી પતરાની પટ્ટી કાઢી હતી અને સામાન્ય સર્જરી કરી હતી. હાલમાં શિવબદન સયાજી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેલમાં ચાલી રહેલા બાંધકામ પાસેથી પતરાની પટ્ટી લીધી હાલમાં જેલની અંદર બાંધકામ ચાલી રહ્યું છે. જેના કારણે પતરા, પથ્થર, ઈંટો ત્યાં પડેલા હતાં. જેથી ભયલુએ ત્યાંથી પતરાની પટ્ટી લઈ લીધી હતી અને શિવબદનના પેટમાં મારી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ભયલુને દાઢ દુખતી હોવાને કારણે તે ડૉક્ટરને બતાવવા માટે જેલમાં આવેલા દવાખાનામાં જઈ રહ્યો હતો, ત્યારે શિવબદન વચ્ચે મળી જતા તેણે હુમલો કર્યો હતો. ભયલુને હત્યાના ગુનામા 10 વર્ષની સજા થઈ હતી અને શિવબદનને એક વાર 7 અને બીજી વાર 7 એમ કુલ 14 વર્ષની સજા થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    In Sadhan Pandey’s ‘legacy’ seat, BJP challenger is former TMC veteran
    Next Article
    પોલીસ બેડામાં બદલીનો માહોલ:વડોદરાના 39 પીઆઈની જિલ્લાની બહાર બદલી કરાઇ, 35 પીઆઈ શહેરમાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment