Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભક્તિમય માહોલ છવાયો:ચૈત્રી નવરાત્રી નિમિત્તે પાટણમાં નગર દેવી કાલિકા માતાની આરાધના કરાઈ

    12 hours ago

    પાટણનાં નગરદેવી કાલિકા માતાનાં પ્રાચિન મંદિરમાં બેદિવસય શાસ્ત્રીય ગાયન અને વાદનનો જાજરમાન કાર્યક્રમ યોજાયો હતો. દરવર્ષે ચૈત્રી નવરાત્રીમાં માતાજીની આરાધનાનાં દિવસોમાં યોજાતા આ સંગીતસભર ભક્તિમય કાર્યક્રમમાં વ્યાસ પરિવારની બે સ્વરકિન્નરીઓ તિથિ અને તોરલ દુર્ગા સ્તોત્રનાં ગાનથી આ સંગીત સભાનો પ્રારંભ કરાવ્યો હતો.ત્યાર બાદ નંદિતા ભટ્ટ કથ્થક નૃત્ય રજૂ કર્યું હતું. આ અવસરનો લોકો પણ લાભ લઈ રહ્યા છે. ગુરુવારે પ્રથમ દિવસે શાસ્ત્રીય ગાયિકા બેલડી દુર્ગાસ્તોત્ર દ્વિતિય ચરણમાં બીનાબેન પટેલ અને તેમનું વૃંદ નૃત્ય બેલે પ્રસ્તુત કર્યું હતું.ત્રીજા ચરણમાં રાધિકા પરીખે શાસ્ત્રીય ગાયન રજૂ કરીને માતાજીને રિઝવ્યા હતા.ત્યાર બાદ ચોથા ચરણમાં શ્રીમાંશુ પાઠક વાયોલિન વાદન રજુ કર્યું હતું. પાંચમા ચરણમાં અમી નીરજ પરીખે શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરીને શ્રીમાતાજીને કાલાવાલા કરાવ્યાં હતા.છઠ્ઠ ચરણમાં દ્રષ્ટિ જૈન અને જીનાંશી તથા પરીખીની ત્રિપુટી વાયોલીન વાદન પ્રસ્તુત કરાવી હતી. અને છેલ્લે સાતમા ચરણમાં પંડિત વિકાસ પરીખે શાસ્ત્રીય રચનાઓ ગાઈને માતાજીને રિઝવ્યા હતા.સાંજે 5 વાગે સંધ્યા આરતી કરાઈ હતી. અને 6.30 થી શાસ્ત્રીય કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. રાત્રે 11.30 કલાકે સંપન્ન થયો હતો.જ્યારે બીજા દિવસે શુક્રવારે સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી ઉપશાસ્ત્રીય તથા સુગમ ગાયનનાં કાર્યક્રમ યોજાશે. જેમાં પાટણનાં સ્થાનિક કલાકારો માતાજી સમક્ષ એક જ મંચ પર બેસીને ભજનોની રમઝટ જમાવશે.કમલેશ સ્વામી,સમ્યક પારેખ,સંદિપ ખત્રી, આત્મારામ નાયી સહીતના કલાકારો સાથે જીગર બારોટ તબલા પર અને મયુર યોગી કિબોર્ડ પર સંગત કરશે . માતાજીનાં દરબારમાં દર્શનનો લાભ લેવા માટે મંદિરનાં પૂજારી અશોકભાઈ વ્યાસે જણાવ્યુ છે. માતાજીને મુંબઈ કલકત્તા થી ફૂલો લાવીને શું શોભિત કરવામાં આવ્યા હતા
    Click here to Read More
    Previous Article
    ફરાર આરોપી ઝડપાયો:11 માસથી નાસતો ફરતો રીઢો ગુનેગાર બાડમેરથી ઝડપાયો
    Next Article
    ઉત્કૃષ્ટ પ્રદર્શન:યુથ પાર્લામેન્ટમાં પાટણનો યુવાન સતત બીજા વર્ષે જિલ્લામાં પ્રથમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment