Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર બ્રેકિંગ:પાટણ- સિદ્ધપુર બાદ ચાણસ્મા પણ પીએનજી નેટવર્કથી જોડાશે

    13 hours ago

    અમેરિકા-ઈરાન-ઇઝરાઇલ તણાવના સીધા પ્રભાવથી એલપીજી ગેસ બુકિંગમાં માર્ચ મહિનામાં અંદાજે 40 ટકાનો ઉછાળો આવ્યો છે, ત્યારે ગેસની વધતી માંગ વચ્ચે ચાણસ્મા શહેર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે પાટણ અને સિદ્ધપુર બાદ હવે ચાણસ્મામાં પીએનજી ગેસ શરૂ થશે. ચાણસ્મા શહેરમાં પીએનજી ગેસ માટે પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કંપનીએ માર્ચ મહિનાના અંત સુધી ગેસ સપ્લાય શરૂ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. ગેસ શરૂ થયા બાદ માત્ર 15 દિવસમાં ઘરેઘરે કનેક્શન પહોંચાડવાનું આયોજન છે. સાબરમતી ગેસ કંપનીના સૂત્રો મુજબ, ચાણસ્મામાં પીએનજી ગેસ શરૂ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને કામગીરી યુદ્ધના ધોરણે આગળ ધપાવવામાં આવી રહી છે. આ તરફ એલપીજી પર દબાણ સતત વધી રહ્યું છે. જિલ્લામાં 3,11,660 ઘરેલુ અને 2,175 કોમર્શિયલ કનેક્શન છે. 9 થી 23 માર્ચ દરમિયાન 68,200થી વધુ સિલિન્ડર વિતરણ કરવામાં આવ્યા હતા, જ્યારે બુધવારે 6,959 સિલિન્ડરના સ્ટોક સામે આશરે 9,000 બુકિંગ નોંધાયા હતા.ચાણસ્મામાં પીએનજી ગેસ શરૂ થતાં એલપીજીની અછત વચ્ચે લોકોને મોટો વિકલ્પ મળશે અને સતત, સુરક્ષિત ગેસ સપ્લાયથી શહેરને રાહત મળશે. આ અંગે પાટણ પુરવઠા તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.કે હાલમાં પાટણ અને સિદ્ધપુરમાં 125 જેટલા નવા પીએનજી કનેક્શન આપવા પ્રક્રિયા ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    As spotlight fades, Vadodara theatre searches for a second act
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:9 વર્ષના વિલંબ બાદ પાટણના બસપોર્ટનો આજે શૂભારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment