Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ફોન આવતા દીકરી બાજુના રૂમમાં જતી રહે ત્યારે શંકા કરજો':આનંદીબેને ચિંતા વ્યક્ત કરતા કહ્યું- 'મિત્રો હોઈ શકે પણ ધ્યાન રાખજો દીકરી ઘર કે સ્કૂલમાંથી ભાગી ના જાય'

    10 hours ago

    ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હરિદ્વારમાં પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ભાગવત કથા દરમિયાન બદલાતી સામાજિક સ્થિતિ અને સંસ્કારોના પતનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આનંદીબેને વાલીઓને ચેતવ્યા કે, જો તમારી દીકરી અત્યાર સુધી તમારી પાસે બેસીને વાત કરતી હોય અને અચાનક બીજા રૂમમાં જઈને ધીરેથી વાત કરવાનું શરૂ કરે, તો સમજજો કે 'Something is wrong'. તેમણે શંકા નહીં પણ સાવચેતી રાખવા પર ભાર મૂક્યો હતો. ‘દીકરીના મિત્રો હોઈ શકે પણ મિત્રો મિત્રોમાં ફરક હોય’ આનંદીબેન પટેલે જણાવ્યું કે, આપણે આપણા દીકરા-દીકરીને સાચવવાની હવે ખાસ જરૂર છે. બહેનોને ખાસ કહેવું છે કે, આપણી નજર દીકરા-દીકરી પણ હોવી જ જોઈએ. હું શંકાની વાત નથી કરતી. મિત્રો હોઈ શકે, પણ મિત્રો મિત્રોમાં ફરક હોય છે. ‘બાજુના રૂમમાં જઈને કેમ ધીરે ધીરે વાત કરે છે? આમાં શંકા છે’ આનંદીબેન પટેલે ઉદાહરણ આપતા જણાવ્યું કે, તમારી દીકરી 8-10 વર્ષની છે અને મામા-કાકા-ભાઈ કે મિત્રોનો ફોન આવે તો એ તમારી બાજુમાં બેસીને વાતચીત કરે છે પણ જે દિવસે ફોન આવે અને એ બાજુના રૂમમાં જઈને વાત કરવાનું શરૂ કરી દે ત્યારે તેના પર શંકા કરજો. અત્યાર સુધી તે બાજુમાં બેસીને વાત કરતી હતી પણ હવે તે બાજુના રૂમમાં જઈને કેમ ધીરે ધીરે વાત કરે છે? આમાં શંકા છે જ એટલા માટે ધ્યાન રાખજો કે, એ ઘરમાંથી કે સ્કૂલમાંથી ભાગી ન જાય, કથાઓમાં આવી વાતો ભલે ન થતી હોય પણ મારી કથા તો આજ છે. ‘મારો ચૂંટણી ખર્ચ માત્ર 15 થી 25 લાખ સુધી થતો’ આનંદીબેન પટેલે ચૂંટણી ખર્ચ વિશે જણાવ્યું કે, ઘણા મને પૂછે છે કે, તમે આટલી વખત ચૂંટણી લડ્યા તો કેટલો ખર્ચ થતો હતો? તો હું કહેતી કે, મારે ગુજરાતમાં ચૂંટણીનો ખર્ચ માત્ર 15 થી 25 લાખ સુધી જ થતો હતો, જ્યારે અહિં ઉત્તર પ્રદેશમાં ચૂંટણીખર્ચનો આંકડો 25 થી 35 કરોડ સુધી પહોંચી જાય છે. ચૂંટણીમાં ઓછા ખર્ચનું શું છે રહસ્ય? ચૂંટણીમાં ઓછા ખર્ચનું રહસ્ય જણાવતા કહ્યું કે, રહસ્ય એક જ છે કાર્યકર્તાઓ. તેઓને પ્રેમ કરો, મિલન સમારંભ ગોઠવો, તેઓના ઘરે જાવ, તેઓના પરિવાર વિશે જાણો. તેમના સુખ-દુઃખમાં સહભાગી થવું એ જ સાચી પદ્ધતિ છે. માત્ર વોટ લઈને 'રામ-રામ' કરી લેવા તે યોગ્ય નથી. ‘મારો ચૂંટણી ખર્ચ કલેક્ટર માનવા તૈયાર ન હતા’ વધુમાં જણાવ્યું કે, મારે કોઈ દિવસ ગામમાં જમાડવાનો કાર્યક્રમ નથી કરવો પડ્યો. ઘાટલોડિયામાં તો આનાથી પણ ઓછો ખર્ચો થતો. કેમા કેટલો ખર્ચો થયો તેનું ફોર્મ ભરતા ત્યારે કલેક્ટર આટલો ઓછો ખર્ચ માનવા તૈયાર ન હતા. તો એ જશ ગામના સરપંચ, જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતનાને નગરપાલિકાના સદસ્યો તેમજ કઠોર પરિશ્રમ કરવાવારા કાર્યકર્તાઓને જાય છે. સતત 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર બને છે તેનું કારણ એ છે કે તેના મુળમાં સંસ્કાર, વિશ્વાસ, પરિશ્રમ અને દેશભક્તિ છે. આ બધાનો સરવાળો ગુજરાતમાં જોવા મળે છે. આ ઉપરાંત આનંદીબેન પટેલે વૃદ્ધાશ્રમ, વેક્સિનેશન, આરોગ્ય સહિતની બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. જે તમામ મુદ્દાને આપણે ગ્રાફિક્સ દ્વારા જાણીએ… હવે જોઈએ ભાગવત કથાની કેટલીક તસવીરો……
    Click here to Read More
    Previous Article
    ભાજપના ધારાસભ્યએ કહ્યું- 'લિંબાયતની અનેક સોસાયટીઓમાંથી હિન્દુઓ હિજરત કરવા મજબૂર':લોકોને પોતાનું ઘર છોડવું પડે એ હદે અસામાજિક તત્વો ત્રાસ આપતા હોવાનો આક્ષેપ
    Next Article
    'મારા ભાઈઓનો ખ્યાલ રાખજો, મારી જિંદગી માટે હું જ જવાબદાર':આર્થિક ભીંસમાં આવી કતારગામના હીરા વેપારીનો સુસાઈડ નોટ લખી આપઘાત, હીરા ઉદ્યોગ સાથે ત્રણ લોકોએ જીવન ટૂંકાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment