Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના ધારાસભ્યએ કહ્યું- 'લિંબાયતની અનેક સોસાયટીઓમાંથી હિન્દુઓ હિજરત કરવા મજબૂર':લોકોને પોતાનું ઘર છોડવું પડે એ હદે અસામાજિક તત્વો ત્રાસ આપતા હોવાનો આક્ષેપ

    9 hours ago

    સુરતના લિંબાયત વિસ્તારમાં અશાંતધારો અમલી હોવા છતા અનેક વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસના કારણે હિન્દુઓ પોતાના ઘર સસ્તામાં વેચી દેવા અથવા તાળા મારી અન્ય વિસ્તારમાં રહેવા જવા મજબૂર બન્યા હોવાનો ભાજપના મહિલા ધારાસભ્ય સંગીતા પાટીલે દાવો કર્યો છે. વિધાનસભામાં અશાંતધારા વિધેયકની ચર્ચા દરમિયાન પણ સંગીતા પાટીલ દ્વારા પોતાના વિસ્તારના આ મુદ્દાને ઉઠાવ્યો હતો. સંગીતા પાટીલે કહ્યું હતું કે, લિંબાયતની અનેક સોસાયટીઓ એવી છે કે, જ્યાં હવે નામ માત્રના એકલ દોકલ હિન્દુ પરિવારો બચ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ તમામ ધર્મના લોકોને મકાનની ફાળવણી થતી હોય છે. ત્યારે આ યોજનામાં રહેતા હિન્દુ પરિવારનો પણ પરેશાન કરાતા હોવાની ફરિયાદ કરી છે. હજારો તેલુગુ પરિવાર પોતાના ઘર છોડવા મજબૂર બન્યા- સંગીતા પાટીલ લિંબાયત વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેતા તેલુગુ સમાજના ભાઈ-બહેનોની વ્યથા રજૂ કરતા ધારાસભ્યએ કહ્યું કે, અગાઉ અહીં 8 થી 10 હજાર જેટલા તેલુગુ પરિવારો ખૂબ જ શાંતિથી વસવાટ કરતા હતા. પરંતુ, સમય જતાં અમુક અસામાજિક તત્વોના ત્રાસને કારણે આ પરિવારો હવે ત્યાંથી બીજે રહેવા જવા મજબૂર બન્યા છે. તેમને સતત એ હદે માનસિક ત્રાસ આપવામાં આવે છે કે તેઓ પોતાની મિલકતો ઓછી કિંમતે વેચી દે અથવા ઘર છોડીને ભાડે રહેવા ચાલ્યા જાય, જે ચિંતાજનક છે. શાકાહારી લોકોના ઘર નજીક માંસના ટુકડા ફેંકી પરેશાન કરવામાં આવે સંગીતા પાટીલે ખોરાકની આદતો દ્વારા આપવામાં આવતા ત્રાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ઘણા હિન્દુ પરિવારો શુદ્ધ શાકાહારી હોય છે, જ્યારે તેમની આજુબાજુમાં રહેતા અમુક પરિવારો માંસાહાર કરતા હોય છે. આ લોકો માંસાહાર કર્યા પછી તેના અવશેષો અને ગંદકી જાણીજોઈને હિન્દુઓના ઘરની આજુબાજુ ફેંકી દે છે. આ પ્રકારની હરકતો પાછળનો મુખ્ય હેતુ હિન્દુ પરિવારોને માનસિક રીતે તોડી નાખવાનો અને તેમને આ ધાર્મિક અસહિષ્ણુતા સહન કરવા મજબૂર કરવાનો હોય છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસમાં પણ વિવાદ સરકારી આવાસ યોજનાઓ, જે ગરીબોના ઉત્થાન માટે છે, ત્યાં પણ પરિસ્થિતિ ગંભીર હોવાનું તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં જ્યારે ડ્રો દ્વારા મકાનો ફાળવવામાં આવે છે. અહીં રહેતા હિન્દુ પરિવાર પણ પોતાના આવાસ છોડીને જતા રહે તે હદે ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કર્યો છે. અસામાજિક તત્વોની મિલકત હડપવાની વ્યવસ્થિત વ્યૂહરચના ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે લિંબાયતમાં કેટલાક અસામાજિક તત્વો વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યા છે. તેમનું લક્ષ્ય હિન્દુઓની મિલકતો પડાવી લેવાનું છે. પહેલા તેઓ એક ઘર ખરીદે છે, પછી તેની પર ગેરકાયદેસર રીતે ચાર-પાંચ માળનું બાંધકામ કરે છે અને ત્યારબાદ આજુબાજુના હિન્દુઓને હેરાન કરીને તેમના મકાનો પણ લઈ લે છે. આ રીતે તેઓ આખું નગર વસાવવાનો પ્રયાસ કરે છે. લિંબાયતની અનેક સોસાયટીઓમાં હિન્દુઓ નામશેષ થયા ચર્ચા દરમિયાન સંગીતા પાટીલે પ્રભાવિત સોસાયટીઓના નામ પણ ગણાવ્યા હતા. તેમણે મારુતિનગર, પદ્માવતી નગર, ગોવિંદ નગર, બુદ્ધ સોસાયટી, અંબિકા નગર અને અંબા નગર જેવી અનેક સોસાયટીઓનો ઉલ્લેખ કર્યો હતો. આ સોસાયટીઓમાં એક સમયે હિન્દુઓની બહુમતી હતી, પરંતુ આજે ત્યાં હિન્દુઓ નામશેષ થઈ ગયા છે. માત્ર એક-બે પરિવારો જ માંડ બચ્યા છે, જેઓ પણ અત્યંત ભય અને ત્રાસના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે અથવા ઘરને તાળાં મારીને પલાયન કરી ગયા છે. માનસિક ત્રાસ અને મિલકત વેચવાની મજબૂરી જે વિસ્તારોમાં માત્ર એક-બે હિન્દુ પરિવારો બચ્યા છે, તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપીને મિલકત વેચવા મજબૂર કરવામાં આવે છે. સંગીતા પાટીલે જણાવ્યું કે આ પરિવારો પોતાની સુરક્ષા માટે મિલકતો વેચીને અન્યત્ર રહેવા માંગે છે, પરંતુ અશાંતધારાને કારણે ક્યારેક વેચાણની પ્રક્રિયામાં પણ મુશ્કેલી પડે છે. તેમણે રજૂઆત કરી કે આવા કિસ્સાઓમાં હિન્દુ પરિવારોને મિલકત વેચવાની પરવાનગી જલ્દી મળવી જોઈએ જેથી તેઓ સુરક્ષિત સ્થાને પોતાનું નવું ઘર વસાવી શકે. અશાંતધારા હેઠળ ‘હિન્દુ ટુ હિન્દુ’ મિલકત ટ્રાન્સફરની માંગ સંગીતા પાટીલે અશાંતધારાના કાયદામાં સ્પષ્ટતાની માંગ કરતા કહ્યું કે, જો કોઈ હિન્દુ પોતાની મિલકત બીજા હિન્દુને વેચવા માંગતો હોય, તો તેને તાત્કાલિક મંજૂરી મળવી જોઈએ. તેમાં કોઈપણ પ્રકારની અડચણ ન આવવી જોઈએ. જોકે, હિન્દુની મિલકત અન્ય ધર્મના લોકોને વેચવાના કિસ્સામાં કડક નિયંત્રણો હોવા જોઈએ. આ રજૂઆત પાછળનો તેમનો તર્ક એ હતો કે હિન્દુ વસ્તી જળવાઈ રહે અને વસ્તીનું સંતુલન બગડે નહીં, જે લિંબાયતના સામાજિક માળખા માટે જરૂરી છે. SITની રચના અને કલેક્ટરની મંજૂરીની અનિવાર્યતા નવા સુધારા બિલ મુજબ, હવે અશાંતધારા હેઠળની મિલકત ટ્રાન્સફર માટે SIT (Special Investigation Team) ની તપાસ કરવામાં આવશે. ધારાસભ્યએ આ નિર્ણયને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર કોઈપણ ફાઈલ પાસ ન થવી જોઈએ. આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે મિલકતો પચાવી પાડતા તત્વો પર લગામ લાગશે. તપાસ સમિતિ એ સુનિશ્ચિત કરશે કે મિલકતનું વેચાણ કોઈ દબાણ કે ત્રાસ હેઠળ તો નથી થઈ રહ્યું ને? મતવિસ્તારની જનતાની વેદનાને વાચા આપવાનો પ્રયાસ ધારાસભ્યએ જણાવ્યું કે લિંબાયતની જનતાએ તેમને જે પ્રશ્નો અને ફરિયાદો મોકલી હતી, તેને તેમણે ગૃહમાં રજૂ કરી છે. જનપ્રતિનિધિ તરીકે આ તેમની જવાબદારી છે કે તેઓ પોતાના વિસ્તારના લોકોની સુરક્ષા અને શાંતિ માટે અવાજ ઉઠાવે. હજારો લોકો જે માનસિક ત્રાસ ભોગવી રહ્યા છે, તેમની વેદના સરકાર સુધી પહોંચાડવી જરૂરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે નવા કાયદાથી અસામાજિક તત્વોમાં ફાળ પડશે અને સામાન્ય જનતાને ન્યાય મળશે. ગેરકાયદેસર બાંધકામો અને વસ્તી પરિવર્તનનું ષડયંત્ર સંગીતા પાટીલે વધુમાં ઉમેર્યું કે કેટલાક વિસ્તારોમાં જે રીતે વસ્તીનું પરિવર્તન થઈ રહ્યું છે તે આકસ્મિક નથી, પરંતુ એક સુનિયોજિત ષડયંત્ર છે. હિન્દુઓના મકાનો લઈને ત્યાં મોટા એપાર્ટમેન્ટ્સ બનાવી દેવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં અન્ય ધર્મના પરિવારોને વસાવવામાં આવે છે. આ પ્રક્રિયાને કારણે જૂના વતનીઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે. અશાંતધારાનો હેતુ આવા વસ્તી વિષયક ફેરફારોને રોકવાનો જ છે, જેથી સામાજિક સમરસતા જોખમાય નહીં. રાજ્યમાં અશાંતધારાના આ સમાચાર પણ વાંચોઃ સુરતમાં MLA અરવિંદ રાણાએ કહ્યું, લોકોને પલાયન કરવા મજબૂર ન કરો, ભ્રષ્ટ અધિકારીઓને પદ પરથી હટાવો સુરતના ઐતિહાસિક નવાપુરા-રાણા વોર્ડમાં અશાંત ધારાના કાયદાના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લઘુમતી વ્યક્તિને મિલકત ટ્રાન્સફર કરવા માટે જે રીતે વહીવટી તંત્રએ મંજૂરી આપી છે, તેના વિરોધમાં સ્થાનિક ધારાસભ્ય અરવિંદ રાણા અને રહીશોએ લડી લેવાનો મૂડ બનાવ્યો છે. આજે જગન્નાથ મહાદેવના મંદિરે વિશેષ આરતીનું આયોજન કરી, ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો) ભાવનગર SDMના નામે 15 લાખની લેતીદેતીના કથિત ઓડિયો-વીડિયો વાઈરલ ભાવનગર શહેરના અશાંતધારો અમલમાં છે એવા ક્રેસન્ટ સર્કલ વિસ્તારની એક પ્રોપર્ટીના ખરીદ-વેચાણ માટે પ્રાંત અધિકારીને કરવામાં આવેલી અરજી બાબતે લાખો રૂપિયાની લેતીદેતીના કથિત ઓડિયો અને વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે. કથિત ઓડિયો-વીડિયોમાં મહિલા એસડીએમના ડ્રાઈવરનું નામ સામે આવતા એસડીએમ તરફથી તેને તાત્કાલીક અસરથી છુટો કરી દેવામાં આવ્યો છે. આ મામલે યોગ્ય તપાસ કરવા માટે એસપીને પણ જાણ કરવામાં આવી છે. મહિલા પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે, આ મામલામાં મારું કોઈ ઈન્વોલ્વમેન્ટ નથી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    ‘Food monitoring programs have detected…’: Orthopaedic surgeon shares 3 commonly consumed fruits that carry pesticide residues; expert weighs in
    Next Article
    'ફોન આવતા દીકરી બાજુના રૂમમાં જતી રહે ત્યારે શંકા કરજો':આનંદીબેને ચિંતા વ્યક્ત કરતા કહ્યું- 'મિત્રો હોઈ શકે પણ ધ્યાન રાખજો દીકરી ઘર કે સ્કૂલમાંથી ભાગી ના જાય'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment