Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી આશાપુરી મંદિરે ચૈત્ર આઠમનો મહાયજ્ઞ:હિન્દુ સંગઠનોએ લીધો પ્લાસ્ટિક મુક્ત ઉત્સવનો સંકલ્પ

    10 hours ago

    નવસારીના પૌરાણિક આશાપુરી માતાજી મંદિરે ચૈત્ર નવરાત્રીની આઠમ અને રામનવમીનો પવિત્ર સમન્વય થયો હતો. આ અવસરે મંદિરમાં ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં દક્ષિણ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા. આ ધાર્મિક ઉત્સવની સાથે પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવા માટે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ‘પ્લાસ્ટિક મુક્ત અભિયાન’ પણ ચલાવવામાં આવ્યું હતું. આ પહેલ ઉત્સવનું વિશેષ આકર્ષણ બની હતી. ગાયકવાડી શાસનકાળના પ્રતીક સમાન આશાપુરી મંદિર સાથે હજારો ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે. ભક્તો માને છે કે માતાજી સૌની આશા પૂરી કરે છે, તેથી જ આ મંદિર ‘આશાપુરી’ તરીકે પ્રચલિત છે. આઠમ નિમિત્તે સુરત, બીલીમોરા, બારડોલી અને વાપી જેવા શહેરોમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા. મહાયજ્ઞમાં નારિયેળ હોમીને ભક્તોએ વાતાવરણને શુદ્ધ બનાવ્યું હતું. આ ઉપરાંત, વિશ્વ હિન્દુ પરિષદની ‘માતૃશક્તિ’ પાંખ દ્વારા મંદિરમાં આવતા ભક્તોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરાઈ હતી. સેવા આપનાર મહિલા કાર્યકરના જણાવ્યા અનુસાર, "અમે વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તરફથી અહીં ઉપસ્થિત છીએ. જે ભક્તો પૂજાનો સામાન પ્લાસ્ટિકની થેલીમાં લાવે છે, તેનું અમે કલેક્શન કરી રહ્યા છીએ જેથી મંદિર પરિસર સ્વચ્છ રહે. સાથે જ, હવાનું પ્રદૂષણ રોકવા અને સ્વાસ્થ્યની જાળવણી માટે અગરબત્તીનો વપરાશ ઘટાડવા માટે પણ જનજાગૃતિ ફેલાવી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ્ય ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણને બચાવવાનો છે." આમ, નવસારીના આશાપુરી મંદિરે ભક્તિ અને સામાજિક જવાબદારીનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    News Today Live Updates, 26 March | Jaya Bachchan’s fiery standoff in Rajya Sabha as controversial Transgender Bill clears Parliament
    Next Article
    સુરેન્દ્રનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળનો વાર્ષિક ઉત્સવ:ધોરણ 6થી 8ના 900 વિદ્યાર્થીઓએ કૃતિઓ રજૂ કરી, વાલી મિટિંગ યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment