Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળનો વાર્ષિક ઉત્સવ:ધોરણ 6થી 8ના 900 વિદ્યાર્થીઓએ કૃતિઓ રજૂ કરી, વાલી મિટિંગ યોજાઈ

    12 hours ago

    શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની સુરેન્દ્રનગર શાખા દ્વારા સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ અને વાલી મિટિંગનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 6, 7 અને 8ના અંદાજિત 900 વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો શુભારંભ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના અને પ્રભુધૂનથી થયો હતો, જેમાં સંતો અને વાલીગણ પણ જોડાયા હતા. ઉપસ્થિત સંતોનું સ્વાગત અને પરિચય કરાવવામાં આવ્યા હતા, અને તેમણે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને આશીર્વચન પાઠવ્યા હતા. આ ઉત્સવમાં ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓએ તેમની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં દેશભક્તિ સ્પીચ, નાટક, નૃત્ય, ડાન્સ અને પિરામિડ જેવી પ્રસ્તુતિઓનો સમાવેશ થતો હતો. ચાલુ શૈક્ષણિક વર્ષ 2025-26માં લેવાયેલી વિવિધ શૈક્ષણિક પરીક્ષાઓ તેમજ કલા ઉત્સવમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય દ્વારા પરીક્ષાલક્ષી અને શૈક્ષણિક માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ શિક્ષકગણના સહિયારા પ્રયત્નોથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    નવસારી આશાપુરી મંદિરે ચૈત્ર આઠમનો મહાયજ્ઞ:હિન્દુ સંગઠનોએ લીધો પ્લાસ્ટિક મુક્ત ઉત્સવનો સંકલ્પ
    Next Article
    Carolina Marin retires: From Rafael Nadal to Viktor Axelsen, tributes pour in for Spanish badminton legend – ‘Achieving feats that seemed impossible in Spain…’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment