Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા મનપાની ચૂંટણી માટે કોંગ્રેસનું પ્રચાર અભિયાન શરૂ:ચૈત્રી આઠમ અને રામનવમીના પવિત્ર દિવસે શ્રીગણેશ કર્યા, પ્રમુખે કહ્યું: શહેરમાં ભાજપે વિકાસના નામે માત્ર વાયદાઓ કર્યા છે, વાસ્તવિક પરિસ્થિતિ ચિંતાજનક છે

    18 hours ago

    વડોદરા શહેરમાં ચૈત્ર આઠમ અને શ્રી રામ નવમીના પવિત્ર અવસરે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારી મહાનગરપાલિકા ચૂંટણી માટેના પ્રચાર અભિયાનનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે ઐતિહાસિક બહુચરાજી મંદિર ખાતે માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે ઓટોરિક્ષા સ્ટીકર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. કુંવારિકા કન્યાઓ દ્વારા કંકુ-ચોખાની પરંપરાગત વિધિ કરીને અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, આ અભિયાન મારફતે કોંગ્રેસ શહેરના દરેક ખૂણામાં પહોંચવાનો પ્રયાસ કરશે. ઓટોરિક્ષા દ્વારા પાર્ટીનો સંદેશ સીધો લોકો સુધી પહોંચશે અને જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત થશે. કોંગ્રેસ લોકોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડશે અને વડોદરાને સુવિધાસભર તથા સ્વચ્છ શહેર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ અભિયાન માત્ર રાજકીય પ્રચાર પૂરતું નથી, પરંતુ શહેરના નાગરિકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરી તેમની સમસ્યાઓ અને કોંગ્રેસના સંકલ્પો પહોંચાડવાનો પ્રયાસ છે. ઓટોરિક્ષા સ્ટીકર અભિયાન દ્વારા શહેરના દરેક વિસ્તાર સુધી પહોંચીને જનતા સાથે સક્રિય જોડાણ મજબૂત કરવામાં આવશે. વર્તમાન શાસન સામે કોંગ્રેસ મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે અને આવનારી ચૂંટણીમાં જનતા પરિવર્તન તરફ આગળ વધશે. ભાજપના શાસન પર પ્રહાર કરતાં ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં વિકાસના નામે માત્ર વાયદાઓ અને જાહેરાતો કરવામાં આવી રહી છે, જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ ચિંતાજનક છે. હરણી બોટ કાંડ જેવી દુર્ઘટનામાં નિર્દોષ લોકોના જીવ ગયા હોવા છતાં પીડિતોને પૂરતો ન્યાય મળ્યો નથી, એમ તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે શહેરની આધારભૂત સુવિધાઓ અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. રસ્તાઓની હાલત ખરાબ હોવાનું, ખાડાઓના કારણે લોકો પરેશાન થતા હોવાનું તેમજ ગટર અને ડ્રેનેજ વ્યવસ્થા નિષ્ફળ ગયાની વાત તેમણે ઉલ્લેખી હતી. વરસાદી સિઝનમાં પાણી ભરાવાની સમસ્યા સામાન્ય બની ગઈ હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં વિકાસની હકીકત સામે આવી રહી છે અને હવે જનતા પરિવર્તન માટે તૈયાર છે. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી, આશિષભાઈ જોશી, સ્વેજલ વ્યાસ, મહેન્દ્રસિંહ રાઠોડ સહિત શહેર કોંગ્રેસના સિનિયર નેતાઓ, કોર્પોરેટરો, આગેવાનો, વોર્ડ પ્રમુખો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સમી કૉલેજમાં ‘થનક-2026’ વાર્ષિકોત્સવ સંપન્ન:વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રસ્તુતિઓ રજૂ કરી
    Next Article
    રવિશંકર મહારાજ શાળાની કૃતિને રામન સ્પર્ધામાં પ્રથમ સ્થાન:AIF અને LT આયોજિત સ્પર્ધામાં ઇન્ફ્રારેડ સ્વીચને સફળતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment