Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમી કૉલેજમાં ‘થનક-2026’ વાર્ષિકોત્સવ સંપન્ન:વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રસ્તુતિઓ રજૂ કરી

    3 days ago

    સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી ખાતે વાર્ષિકોત્સવ ‘થનક-2026’ તાજેતરમાં સંપન્ન થયો. આ મહોત્સવ વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને અભિવ્યક્તિ આપતું એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક માધ્યમ બન્યો હતો. સમારોહના અધ્યક્ષ પદેથી વિસનગરની એમ.એન. કૉલેજના આચાર્ય ડૉ. આર. ડી. મોઢે યુવાઓ માટે ઉપલબ્ધ વિશાળ તકો અને સાચી દિશામાં પરિશ્રમ કરવા પર ભાર મૂક્યો હતો. મુખ્ય મહેમાન ડૉ. એન. કે. સોનારાએ વિદ્યાર્થીઓને વાંચનની આદત કેળવવા પ્રેરણા આપી હતી, જ્યારે અતિથિ વિશેષ ડૉ. ભરત એમ. ચૌધરીએ વિશ્વના વિભૂતિઓના સંઘર્ષ અને સફળતાના પ્રસંગો ટાંકીને ઉત્સાહનો સંચાર કર્યો હતો. શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન વિવિધ સ્પર્ધાઓ અને અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ક્ષણે વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદ છવાયો હતો. આચાર્ય ડૉ. ટી. પી. આનંદના કુશળ માર્ગદર્શન અને કૉલેજના તમામ સ્ટાફ મિત્રોના સક્રિય સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. કૉલેજના મુખ્ય પ્રવેશદ્વારને કલાત્મક રીતે શણગારવામાં કોમર્સ વિભાગના અધ્યક્ષ ડૉ. આરતી પ્રજાપતિ અને પી.ટી.આઈ. ડૉ. જાગૃતિ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર ઉત્સવનું સંચાલન અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપક ડૉ. ચેતન પ્રજાપતિ, સંસ્કૃત વિભાગના ડૉ. ખુશ્બુ મોદી અને ગુજરાતી વિભાગના ડૉ. હાર્દિક પ્રજાપતિએ કર્યું હતું. અંતમાં, ઇતિહાસ વિભાગના પ્રાધ્યાપક શ્રી જેવત ચૌધરીએ આભાર વિધિ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સોશિયલ આઈ ફાઉન્ડેશને વિદ્યાર્થીઓ માટે વિશેષ કાર્યક્રમ યોજ્યો:તાજ સ્કાયલાઈન હોટલમાં 200 બાળકોને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો આનંદ મળ્યો
    Next Article
    વડોદરા મનપાની ચૂંટણી માટે કોંગ્રેસનું પ્રચાર અભિયાન શરૂ:ચૈત્રી આઠમ અને રામનવમીના પવિત્ર દિવસે શ્રીગણેશ કર્યા, પ્રમુખે કહ્યું: શહેરમાં ભાજપે વિકાસના નામે માત્ર વાયદાઓ કર્યા છે, વાસ્તવિક પરિસ્થિતિ ચિંતાજનક છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment