Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ-સોમનાથમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી:શોભાયાત્રામાં ઉમટ્યા ભક્તો, શહેરભરમાં ધર્મમય માહોલ

    11 hours ago

    વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારમાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની આ વર્ષે ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શહેરમાં ધાર્મિક ઉલ્લાસ છવાઈ ગયો હતો અને રામભક્તોએ ઉમંગભેર ઉજવણીમાં ભાગ લીધો હતો. વેરાવળ શહેરમાં વખારીયા બજાર સ્થિત ત્રીકમરાયજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો, યુવાનો અને હિન્દુ સમાજના આગેવાનો જોડાયા હતા. ડી.જે.ના તાલે તેમજ ઢોલ-શરણાઈના નાદ સાથે યુવાનો "શ્રી રામ જય રામ જય જય રામ"ના ગુંજતા નાદ સાથે વાતાવરણને ભક્તિમય બનાવી રહ્યા હતા. શોભાયાત્રા દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવી શાંતિપૂર્ણ આયોજન સુનિશ્ચિત કર્યું હતું. શોભાયાત્રાના માર્ગ પર વિવિધ સમાજો અને સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સ્વાગત દ્વાર ઉભા કરી યાત્રાનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલવર્ષા, ઠંડા પીણા અને પ્રસાદનું વિતરણ કરી ભક્તોને આવકારવામાં આવ્યા હતા. આ સાથે જ, વેરાવળના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા નવા અને જૂના રામ મંદિરોમાં છેલ્લા નવ દિવસથી રામ જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા. વહેલી સવારથી લઈને રાત્રિ સુધી વધાઈ, રામધુન અને ભજન-કીર્તનનો માહોલ રહ્યો હતો. જન્મ ક્ષણે બપોરે બાર વાગ્યે ભગવાન શ્રી રામના દર્શન માટે ભાવિકોની લાંબી કતારો લાગી હતી. વેરાવળ લોહાણા મહાજન દ્વારા પણ રામ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. મહાજન વાડી ખાતે પ્રમુખ વિક્રમભાઈ તન્ના અને ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયાના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સવારે ધાર્મિક વિધિઓ બાદ ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રામ દરબાર અને હિંડોળા દર્શનનો લાભ મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ લીધો હતો. ઉજવણી દરમિયાન ભજન-કીર્તન અને ધૂન પર રાસ રમી ભક્તોએ આનંદ વ્યક્ત કર્યો હતો. અંતે સમૂહ ફરાળ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમાજ એકતાનું સુંદર દૃશ્ય સર્જાયું હતું.
    Click here to Read More
    Previous Article
    પરિણીતા પર 4 વર્ષથી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયો:રાજકોટમાં ભાઈના પ્રેમલગ્નની માથાકૂટમાં યુવાનનું અપહરણ, ત્રિપલ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત
    Next Article
    India currently imports crude oil from 41 countries | ભારત અલગ અલગ 41 દેશો પાસેથી ક્રૂડ આયાત કરે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment