Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘોઘામાં ચોભાપીર સરકારનો ભવ્ય ઉર્ષ યોજાશે:રામ-રહિમ ગૃપ દ્વારા કોમી એકતાના દર્શન સાથે કવ્વાલીના જંગનું શાનદાર આયોજન

    12 hours ago

    ભાવનગરના ઘોઘા ખાતે જૈન દેરાસર પાસે મુખ્ય રોડ પર બિરાજમાન હજરત રોશન ઝમીર ચોભાપીર સરકારનો ઉર્ષ શરીફ આગામી શનિવાર, તા. 28-03-2026 ના રોજ અત્યંત શાન અને શૌકત સાથે ઉજવવામાં આવશે. રામ-રહિમ ગૃપ દ્વારા સતત 9 મા વર્ષે આ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે સમગ્ર પંથકમાં કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સંદલ શરીફ અને ન્યાઝનું આયોજન ઉર્ષના પવિત્ર પ્રસંગે સાંજે 5:00 કલાકે દાણાપીઠ વિસ્તારમાં આવેલી મેમણ મસ્જીદ ખાતેથી સંદલ શરીફનું ભવ્ય ઝુલુસ વાજતે-ગાજતે નીકળશે અને દરગાહ શરીફ પહોંચશે. સાંજે 7:00 કલાકે તમામ હિન્દુ-મુસ્લિમ ભાઈ-બહેનો માટે મહાપ્રસાદ (ન્યાઝ) ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. કવ્વાલીનો ભવ્ય મુકાબલો અને લાઈવ પ્રસારણ રાત્રે 9:00 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત રાજસ્થાનના પ્રખ્યાત કવ્વાલ અકબર આઝાદ ચિશ્તી અને ગુજરાતની મશહૂર ફનકારા સલીનાખાન વચ્ચે કવ્વાલીનો મુકાબલો જામશે. આ કાર્યક્રમમાં રઇશ મિરાસી અને તેમની ટીમ સાઝ સંગત આપશે. વિશેષ સુવિધા રૂપે, સ્ટુડિયો સિતારામના સૌજન્યથી આ સમગ્ર કાર્યક્રમનું યુટ્યૂબ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. રામ-રહિમ ગૃપ દ્વારા આ પાવન અવસરે દરેક સમાજના લોકોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા બાદ પોરબંદર કોંગ્રેસની સ્થિતિ ખરાબ:મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો નથી મળી રહ્યાં, 'ભરતી મેળો' શરૂ કરવાની ફરજ પડી
    Next Article
    When Varun Dhawan’s patriotic aerial act stole the show at Screen Awards, watch videos

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment