Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા બાદ પોરબંદર કોંગ્રેસની સ્થિતિ ખરાબ:મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો નથી મળી રહ્યાં, 'ભરતી મેળો' શરૂ કરવાની ફરજ પડી

    15 hours ago

    ગુજરાતના રાજકારણના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાના ભાજપમાં જોડાવા બાદ પોરબંદર કોંગ્રેસમાં સક્ષમ ઉમેદવારોની અછત સર્જાઈ છે. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતા આ વિસ્તારમાં હવે પક્ષને ચૂંટણી લડાવવા માટે યોગ્ય ઉમેદવારો નથી મળી રહ્યાં. કોઈ કોંગ્રેસની ટિકિટ પર લડવા તૈયાર નથી! આ કફોડી સ્થિતિને પહોંચી વળવા માટે કોંગ્રેસે હવે "વિચારધારા" અને "સારા માણસો"ના નામે નવા લોકોને પક્ષમાં જોડાવવા માટે આહ્વાન કર્યું છે. રાજકીય વિશ્લેષકો આને પક્ષની લાચારી તરીકે જોઈ રહ્યા છે, કારણ કે પક્ષને પોતાના પાયાના કાર્યકરો પર ભરોસો રહ્યો નથી અથવા કોઈ કોંગ્રેસની ટિકિટ પર લડવા તૈયાર નથી. 'ભરતી મેળો' શરૂ કરવાની ફરજ પડી ચૂંટણી નજીક આવતા જ પોરબંદરનું રાજકારણ ગરમાયું છે. એક તરફ કોંગ્રેસ ભાજપ શાસનમાં વધતી મોંઘવારી અને બેરોજગારીને મુદ્દો બનાવી મેદાનમાં ઉતરી છે, તો બીજી તરફ પક્ષમાં સક્ષમ ચહેરાઓના અભાવે 'ભરતી મેળો' શરૂ કરવાની ફરજ પડી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કોંગ્રેસના ભાજપ સરકાર પર પ્રહારો ગઈકાલે પોરબંદર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં સામાન્ય જનતા મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહી છે. ગેસના બાટલા, તેલ અને પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે. યુવાનોની બેરોજગારી મુદ્દે પણ સરકારે માત્ર વાતો જ કરી હોવાનો આક્ષેપ કરતા કોંગ્રેસે આગામી સમયમાં જનતા જવાબ આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી-લંડન ફ્લાઇટમાં વિચિત્ર અવાજો:ખરાબી હોવા છતાં 7 કલાક હવામાં રહી, સાઉદીથી પાછી ફરી; આ જ વિમાનને 11 દિવસ પહેલા પણ ડાયવર્ટ કરવું પડ્યું હતું
    Next Article
    ઘોઘામાં ચોભાપીર સરકારનો ભવ્ય ઉર્ષ યોજાશે:રામ-રહિમ ગૃપ દ્વારા કોમી એકતાના દર્શન સાથે કવ્વાલીના જંગનું શાનદાર આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment