Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિત્રએ મિત્ર પર નજીવી બાબતે છરીથી હુમલો કર્યો:બીજા સાથે ઝઘડો કરવાની ના પાડતા ઉશ્કેરાઈને પીઠમાં છરી ઝીંકી, પોપટનગરના શખ્સ સામે ગુનો

    16 hours ago

    ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારના પોપટનગરમાં રહેતા યુવક પર તેના જ મિત્ર દ્વારા છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. નાસ્તો લેવા નીકળેલા યુવકને રસ્તામાં અટકાવી બીજા સાથે ઝઘડો કરવા દબાણ કરાયું હતું, જેની ના પાડતા ઉશ્કેરાયેલા મિત્ર એ યુવાનને પીઠમાં છરીનો ઘા મારતા ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુનિલે ઝઘડા માટે સાથે આવવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારના પોપટનગરમાં રહેતા 25 વર્ષીય સુનિલ ધમાભાઈ પરમારે ફરિયાદ નોંધાવી છે કે, ગત રાત્રે તેઓ મોટરસાયકલ પર નાસ્તો લેવા જતા હતા, ત્યારે આશરે સાડા બારેક વાગ્યે મોતી સ્ટુડિયો પાસે પહોંચ્યા હતા. ત્યારે તેમનો મિત્ર રાહુલ ઉર્ફે ગુંદી ચંદુભાઈ રાઠોડ પોતાના મિત્રો સાથે બેઠો હતો અને સુનિલને બોલાવી મોટરસાયકલ ઉભી રાખવા કહ્યું હતું. ત્યારબાદ રાહુલે કહ્યું કે, તારી બાજુમાં રહેતા હરિભાઈ બુધાભાઈ બારૈયા સાથે ઝઘડો કરવા સાથે આવવા દબાણ કર્યું હતુ, પરંતુ સુનિલે ઝઘડા માટે સાથે આવવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી છરી કાઢી પીઠમાં ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી. ચક્કર આવતાં તે ઘરે પહોંચ્યો હતો, જ્યાંથી પરિવારજનોએ તેને તાત્કાલિક ભાવનગર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, આ મામલે ગંગાજળિયા પોલીસે રાહુલ ઉર્ફે ગુંદી ચંદુભાઈ રાઠોડ રહે. ભાવનગર સામે BNS કલમ 118(1), 352 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    એલસીબીએ બગવદરમાં દરોડો પાડ્યો:2.67 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત
    Next Article
    રાજકોટમાં ૐગુરુનો દિવ્ય મંત્ર થેરાપી દરબાર:750થી વધુ લોકોએ મેળવી આધ્યાત્મિક શાંતિ, હવે રાજ્યભરમાં યોજાશે નિઃશુલ્ક કાર્યક્રમો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment