Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીની પાટીદાર દીકરીના 'વરઘોડા'નો મામલો:પાયલ ગોટીને રૂ. 7.50 લાખનું વળતર ચૂકવવા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચનો આદેશ, જાણો શું હતો મામલો?

    8 hours ago

    અમરેલીના ચર્ચાસ્પદ પાટીદાર દીકરી પાયલ ગોટી લેટરકાંડમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પંચે પાયલ ગોટીને રૂ.7.50 લાખનું વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ નિર્ણયથી લાંબા સમયથી ચાલી રહેલા આ કેસમાં નવો વળાંક આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કથિત નકલી લેટરપેડના વિવાદ બાદ પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસની કાર્યવાહી સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. પાયલ ગોટીએ પોલીસ કસ્ટડી દરમિયાન પોતાની સાથે શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા હતા. ગેરકાયદેસર ધરપકડ અને કસ્ટડીમાં યાતનાના આક્ષેપો આ સમગ્ર મામલે પાયલ ગોટીએ પોલીસ પર ગેરકાયદેસર રીતે ધરપકડ કરવા તેમજ કસ્ટડી દરમિયાન શારીરિક-માનસિક યાતના આપવાના આક્ષેપો કર્યા હતા. ઉપરાંત, જાહેરમાં પરેડ કરાવવામાં આવી હોવાના કારણે તેમને માનસિક અને સામાજિક સતામણીનો સામનો કરવો પડ્યો હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. NHRCએ પોલીસની કામગીરી અંગે કડક વલણ અપનાવ્યું મામલો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સમક્ષ પહોંચ્યા બાદ પંચ દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ અને રજૂ થયેલા મુદ્દાઓ પર વિચાર કરવામાં આવ્યો હતો. હવે NHRCએ પાયલ ગોટીને વળતર આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારને રૂ.7.50 લાખની વળતરની રકમ ચૂકવવા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે. લાંબી કાનૂની લડત બાદ મોટી સફળતા પાયલ ગોટીની ધરપકડ બાદ આ કેસને લઈને અમરેલી સહિત ગુજરાતમાં ભારે ચર્ચા થઈ હતી. લાંબી કાનૂની લડત બાદ જાન્યુઆરી 2025માં તેમને જામીન મળ્યા હતા. હવે NHRCના વળતર ચૂકવવાના નિર્ણયને પાયલ ગોટીની ન્યાયની લડતમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. શું હતો સમગ્ર મામલો? અમરેલી લેટરકાંડનો મામલો છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં વિધાનસભાના નાયબ દંડક અને ધારાસભ્ય કૌશિક વેકરિયા પર પોલીસ પાસેથી હપ્તા લેવાના સહિત અનેક મોટા આક્ષેપ કરતો પત્ર વાઇરલ થયો હતો. આ મામલે યુવતી અને ભાજપ નેતા સહિત પોલીસે 4ની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે પાયલ ગોટી નામની યુવતીને આરોપી બનાવવામાં આવી હતી. આ યુવતી ટાઈપિંગનું કામ કરતી હતી. પોલીસે તેને સાક્ષી બનાવવાની જગ્યાએ તેને આરોપી બનાવીને તેનું જાહેરમાં સરઘસ કાઢતા આ વિવાદ વકર્યો હતો. એટલું જ નહીં, પરંતુ ભાજપ નેતાના ઈશારે પોલીસે પાયલ ગોટીને માર માર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઘટના મામલે કોંગ્રેસ અનેક વખત સવાલો ઉઠાવતી રહે છે.
    Click here to Read More
    Previous Article
    એરબસ સભ્યની મુલાકાત:GSVમાં એરબસ ઇન્ડિયાના બોર્ડ સભ્યોની મુલાકાત, ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા સહયોગ વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ
    Next Article
    Ground Report | તહેવાર ટાણે ખેડૂતોનાં ખિસ્સા ખાલી ! | દારુની છૂટ માંગતું ગામ ! | Gujarat Prime Time

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment