Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી:બંને પક્ષોની બેઠકો શરૂ; સંગઠનાત્મક મજબૂતી અને રણનીતિ પર ભાર મૂકી રહ્યા છે

    1 day ago

    નવસારી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ બંને સક્રિય બન્યા છે. ભાજપે સંગઠનાત્મક મજબૂતી અને વ્યૂહાત્મક આયોજન સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. કોંગ્રેસે પણ સોશિયલ મીડિયાથી દૂર રહીને બેઠકો યોજવાનું શરૂ કર્યું છે. ભાજપ દ્વારા નવસારી મહાનગરપાલિકાના તમામ વોર્ડ અને જિલ્લા પંચાયતની 30 બેઠકો પર વિસ્તારવાર બેઠકો યોજવામાં આવી રહી છે. આ બેઠકોમાં જિલ્લા અને તાલુકા સ્તરના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણી કાર્યકર્તાઓ, પેજ પ્રમુખો અને બૂથ લેવલના કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. આ પ્રક્રિયામાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઇન્ચાર્જ અશોકભાઈ ધોરાજી, સનમ પટેલ, પિયુષ પટેલ અને કરસનભાઈ ટીલવા સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. જિલ્લા મહામંત્રીઓ જીગરભાઈ દેસાઈ, શાંતિલાલ પટેલ અને ડૉ. લોચન શાસ્ત્રી પણ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી રહ્યા છે. આ બેઠકો દરમિયાન ખાસ કરીને માઇક્રો લેવલ પ્લાનિંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમાં બૂથવાર મતદારોની વિગતો, નવી મતદાર નોંધણી, મતદારો સાથે સીધો સંપર્ક સાધવા માટેના કાર્યક્રમો અને ઘર-ઘર સંપર્ક અભિયાનનો સમાવેશ થાય છે. સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. ઉપરાંત, દરેક બૂથ પર મજબૂત ટીમ ઊભી કરવા, પેજ પ્રમુખ વ્યવસ્થાને સક્રિય બનાવવા, યુવા અને મહિલા કાર્યકર્તાઓની ભાગીદારી વધારવા અને સોશિયલ મીડિયા દ્વારા વધુ અસરકારક પ્રચાર કેવી રીતે કરી શકાય તે બાબતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અમરેલી બાદ આજે જામનગરમાં AAPની જનસભા:અરવિંદ કેજરીવાલ, ભગવંત માન સભાસ્થળે પહોંચ્યા, જનસભાને સંબોધશે, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં
    Next Article
    રામનવમીની શોભાયાત્રામાં ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ:45મી ભવ્ય રથયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ, તોરણવાળી માતાના ચોકથી રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરાયું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment