Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે યાર્ડમાં ખલાસીને કરંટ લાગતા સારવાર દરમિયાન મોત:રેલવેએ પરિવારને આર્થિક મદદની જાહેરાત કરી, પરિવારના સભ્યને નોકરી પણ અપાશે

    23 hours ago

    વડોદરાના કરચિયા રેલવે યાર્ડમાં ફરજ દરમિયાન એક રેલવે કર્મચારીને થોડાક દિવસ અગાઉ અચાનક વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો. આ અકસ્માતમાં કર્મચારી ગૌતમ સોલંકીની હાલત અત્યંત નાજુક હતી અને ખાનગી ખાનગી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો હતો. જેનું આખરે સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અચાનક વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા ગૌતમ સોલંકી રેલવેમાં ખલાસી તરીકે કામગીરી કરતો હતો અને તેઓ કરચિયા યાર્ડમાં પોતાની નિયમિત ડ્યુટી બજાવી રહ્યા હતા ત્યારે અચાનક વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટના બનતાં જ તાત્કાલિક તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પરિવારના સભ્યને નોકરી આપવાની પણ વાત કરી આ ઘટનાથી પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો. હોસ્પિટલ પરિસરમાં પરિવારના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને રેલવે વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. જોકે, રેલવે અધિકારીઓએ પરિવારની સાથે રહ્યા હતા અને સારવાર દરમિયાન મોત થતા પરિવારને આર્થિક મદદ અંગેની વાત કરી છે. આ સાથે પરિવારના સભ્યને નોકરી આપવાની પણ વાત કરી છે. મૃતક યુવકના મૃતદેહનું ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. મૃત્યદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં 44 લાખનો વિદેશી દારૂ પકડાયો:સોયાબીનની આડમાં દારૂની હેરાફેરી, હરિયાણાના બે શખ્સોની ધરપકડ
    Next Article
    મારવાડી યુનિવર્સિટીનો કમ્પ્યુટર સાયન્સમાં વૈશ્વિક ડંકો:QS વર્લ્ડ રેન્કિંગમાં મેળવ્યું સ્થાન, IIT સાથે ટોપ 40માં સ્થાન મેળવનારી ગુજરાતની એકમાત્ર ખાનગી યુનિવર્સિટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment