Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડેનમાર્કના વડાપ્રધાને હાર બાદ રાજીનામું આપ્યું:પર્યાવરણની ચિંતાને કારણે મેકઅપ છોડી દીધો હતો, ટ્રમ્પને પણ પડકાર્યા હતા

    17 hours ago

    ડેનમાર્કનાં વડાપ્રધાન મેટે ફ્રેડરિક્સન (48) એ સામાન્ય ચૂંટણીમાં હાર બાદ રાજીનામું આપી દીધું છે. બુધવારે મતગણતરીમાં તેમની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીને માત્ર 38 બેઠકો મળી. જોકે, હજુ ત્યાં કોઈ પણ પક્ષને બહુમતી મળી નથી. મેટે જૂન 2019થી ડેનમાર્કનાં વડાપ્રધાન હતાં અને 2022માં ફરી સત્તામાં પાછા ફર્યા હતાં. તેઓ 41 વર્ષની ઉંમરે પદ સંભાળનાર દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતાં. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ગ્રીનલેન્ડના મુદ્દે સ્પષ્ટવક્તાથી લઈને સાદગી સુધીના તેમના ઘણા કિસ્સાઓ છે. મેટે બાળપણથી જ શાંત રહ્યા હતા. બોલવામાં અચકાવાને કારણે શાળામાં બાળકો તેમની મજાક ઉડાવતા હતા. તેમને લાંબા સમય સુધી સ્પીચ થેરાપી લેવી પડી હતી. તેઓ 90ના દાયકામાં પર્યાવરણ અને પશુ અધિકારોને લઈને ખૂબ જ આક્રમક રહ્યા હતા. કોસ્મેટિક કંપનીઓ દ્વારા પ્રાણીઓ પરના પરીક્ષણના વિરોધમાં તેમણે મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું જ છોડી દીધું હતું. તેમનું માનવું હતું કે પ્રાણીઓને પીડા આપીને સુંદરતા મેળવવી ખોટું છે. આ જ સમયગાળામાં તેમણે ‘જેન્સ’ નામની એક વ્હેલને પ્રતીકાત્મક રીતે દત્તક લીધી અને પોતાના પોકેટ મનીમાંથી દરિયાઈ સંરક્ષણ સંસ્થાને રકમ આપીને તેની સુરક્ષા, ટ્રેકિંગ અને કુદરતી નિવાસસ્થાન બચાવવામાં સહયોગ કર્યો. 2012માં રોજગાર મંત્રી તરીકે મેટે સાદા કપડાં અને જૂતામાં બાળકોને સાયકલ પર સ્કૂલે મુકવા જતા હતા. ત્યારે જનતામાં તેમની સાદગીની ખૂબ ચર્ચાઓ થતી હતી. મેટે તેમના સ્પષ્ટ જવાબો માટે જાણીતા છે. જાન્યુઆરી 2026માં ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની જીદ પકડી લીધી. જવાબમાં ઝૂકવાને બદલે, મેટે ગ્રીનલેન્ડની સુરક્ષા માટે ડેનિશ કમાન્ડો અને સૈનિકો તહેનાત કર્યા. તેમણે સ્પષ્ટપણે કહ્યું, ‘ડેનમાર્ક વેચાઉ નથી. જો અમેરિકા નાટો સહયોગી પર હુમલો કરશે, તો બધું સમાપ્ત થઈ જશે.’ ટ્રમ્પની ધમકીએ ઉલટાનું મેટેની લોકપ્રિયતા વધારી. મહિલાઓની ઓળખ અને આત્મવિશ્વાસ પર મેટે કહે છે કે, જો છોકરીઓ પોતાને ઓછી આંકવાનું છોડી દે અને આત્મવિશ્વાસ સાથે ઊભી રહે, તો તેઓ દુનિયામાં કંઈ પણ મેળવી શકે છે. 15 વર્ષની ઉંમરે શરણાર્થીને બચાવવામાં નાકનું હાડકું તૂટી ગયું હતું મેટે બાળપણથી જ નીડર રહ્યા. 15 વર્ષની ઉંમરે આલ્બોર્ગમાં તેમણે કેટલાક છોકરાઓને એક શરણાર્થીને હેરાન કરતા જોયા, તો એકલા જ તેમની સામે લડ્યા હતા. આ દરમિયાન એક છોકરાએ જાતિવાદી અપશબ્દો બોલતા તેમના ચહેરા પર મુક્કો માર્યો, જેનાથી તેમના નાકનું હાડકું તૂટી ગયું. આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર કરાવવી પડી. મેટે કહે છે કે, આ ઈજા ડર નહીં, તેમના સાહસની ઓળખ હતી.
    Click here to Read More
    Previous Article
    IPL 2026 પહેલાં જબરદસ્ત ફોર્મમાં વિરાટ કોહલી:ઇન્ટ્રા-સ્ક્વોડ મેચમાં 19 બોલમાં 45 રન ફટાકાર્યા, 28 માર્ચે RCBની પહેલી મેચ
    Next Article
    ગુજરાતમાં ‘ગન કલચર’ વધ્યું:પોલીસ લોકોની સુરક્ષા માટે નહીં પણ AAP કાર્યકરોને ડરાવવા-ધમકાવવાનું કામ કરે છે : ગોપાલ ઇટાલીયાના ભાજપ સરકાર પર આકરા પ્રહાર

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment