Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા ચામુંડા મંદિરે ચૈત્ર નવરાત્રીના આઠમે ભક્તોનું ઘોડાપુર:ભક્તોએ વહેલી સવારે મંદિરે દર્શન કરી શીશ ઝુકાવી ધન્યતા અનુભવી

    20 hours ago

    ચૈત્ર નવરાત્રીના આઠમા દિવસે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ચોટીલાનું ચામુંડા મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા આ ડુંગર પર બિરાજમાન મા ચામુંડાને 64 જોગણી પૈકીના એક અવતાર માનવામાં આવે છે. નવરાત્રીના પવિત્ર દિવસોમાં અહીં ગુજરાતભરમાંથી અને ગુજરાત બહારથી પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. નવરાત્રી દરમિયાન, ખાસ કરીને પૂનમના દિવસે, ગુજરાતના વિવિધ ભાગોમાંથી માતાજીનો રથ લઈને પગપાળા સંઘો ચોટીલા પહોંચે છે. બગોદરાથી ચોટીલા અને વિરમગામથી ચોટીલા સુધીના નેશનલ હાઈવે તેમજ સ્ટેટ રોડ પગપાળા સંઘોથી ઉભરાઈ જાય છે. આ માર્ગો પર દર એક કિલોમીટરે સેવાભાવી મંડળો અને ગ્રામજનો દ્વારા ચા, પાણી, શરબત, નાસ્તો અને ભોજનના કેમ્પો શરૂ કરવામાં આવે છે. ખેતર-વાડીના માલિકો પણ પગપાળા સંઘોને રાત્રિ રોકાણ અને આરામ માટે પોતાની યથાશક્તિ પ્રમાણે વ્યવસ્થા પૂરી પાડે છે. ચોટીલાનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. પૌરાણિક કથા અનુસાર, હજારો વર્ષો પહેલાં ચંડ અને મુંડ નામના રાક્ષસોના ત્રાસથી પ્રજા અને ઋષિમુનિઓ પરેશાન હતા. ઋષિમુનિઓએ માતાજીની આરાધના કરી યજ્ઞ કર્યો, જેના ફળસ્વરૂપ હવનકુંડમાંથી દિવ્ય તેજ રૂપે મા આદ્યશક્તિનું પ્રાગટ્ય થયું હતું. આ આદ્યશક્તિએ બે અલગ સ્વરૂપ ધારણ કરીને ચંડ અને મુંડ રાક્ષસોનો વધ કર્યો. ત્યારથી માતાજી ચંડી અને ચામુંડા તરીકે ઓળખાયા અને ચોટીલાના ડુંગર પર જોડિયા સ્વરૂપે બિરાજમાન થયા. આ કારણે અહીં માતાજીના બે મુખ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રીનું પર્વ અતિ પ્રાચીન અને શ્રદ્ધાનું પ્રતીક છે. આ પર્વ માત્ર ઉપવાસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આત્મશુદ્ધિ અને આદ્યશક્તિના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. વર્ષની ચાર નવરાત્રીમાં આ ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્ત્વ સાધના સિદ્ધિ, આધ્યાત્મિક ઊર્જા વધારવા અને નવદુર્ગા ઉપાસના માટે ગણાય છે.
    Click here to Read More
    Previous Article
    ધો-11માં અભ્યાસ કરતો ફૂટબોલર કેનાલમાં તણાયો:વડોદરામાં વડાપાઉ ખાઈ કેનાલમાં હાથ ધોવા ઉતર્યો'તો; 4 કિમી દૂર મૃતદેહ મળ્યો
    Next Article
    Shivam Dube's Big Revelation On Train Ride After T20 World Cup 2026 Win: "Tough For Me"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment