Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાએ કહ્યું- ઈરાન હાર સ્વીકારી લે:નહીં તો વધુ મોટો હુમલો કરીશું, ઈરાને કહ્યું- શાંતિની કોઈ આશા નથી

    1 day ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 27મો દિવસ છે. અમેરિકાએ ઈરાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેણે હાર નહીં માની, તો તેના પર પહેલા કરતા પણ વધુ જોરદાર હુમલો કરવામાં આવશે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે ગુરુવારે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ બાબતે બિલકુલ ગંભીર છે અને જો ઈરાન નહીં માને, તો અમેરિકા વધુ કડક કાર્યવાહી કરશે. બીજી બાજુ, ઈરાને અમેરિકાના સીઝફાયર પ્રસ્તાવને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. ઈરાનનું કહેવું છે કે તે ટ્રમ્પની શરતો પર યુદ્ધ સમાપ્ત નહીં કરે અને તેને અમેરિકાના શાંતિ પ્રસ્તાવ પર બિલકુલ વિશ્વાસ નથી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે અત્યારે કોઈ વાસ્તવિક વાતચીત થઈ રહી નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ભલે કેટલાક દેશો મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય, પરંતુ તેને વાતચીતની શરૂઆત માની શકાય નહીં. અત્યારે શાંતિની કોઈ આશા દેખાઈ રહી નથી. ન્યૂઝ એજન્સી ANI એ મુંબઈ સ્થિત ઈરાની કોન્સ્યુલેટના હવાલાથી આ જાણકારી આપી છે. કોન્સ્યુલેટ જણાવ્યું કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે 'મિત્ર દેશો' ને હોર્મુઝમાંથી પસાર થવાની છૂટ છે. ઈરાન પહેલા પણ કહી ચૂક્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ નથી. આ રસ્તો માત્ર એવા દેશો માટે બંધ છે જે ઈરાનની વિરુદ્ધ છે. બાકીના દેશોને કેટલીક શરતો સાથે પસાર થવાની પરવાનગી આપવામાં આવી રહી છે. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    હોટલ-રેસ્ટોરન્ટ બિલમાં વધારાના LPG ચાર્જ લઈ શકશે નહીં:સરકારે કહ્યું- જો આવું કરશે તો કાર્યવાહી થશે, 5% ગેસ-ક્રાઇસિસ ચાર્જ વસૂલવાનો મામલો સામે આવ્યો હતો
    Next Article
    10 દિવસ પછી કચરો ઉપાડવાનું બંધ:દક્ષિણ-પશ્ચિમ ઝોનના 10 વિસ્તારોમાં સૂકો-ભીનો કચરો અલગ આપવાનો રહેશે, નિયમનું પાલન નહીં થાય તો કચરો નહીં લેવાય

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment