Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ ગાંધીએ કહ્યું-પેટ્રોલિયમ મંત્રીએ એપસ્ટીનને મિત્ર કહ્યા હતા:સ્પીકરે રાહુલને બોલતા અટકાવ્યા, પુરીએ કહ્યું- LPGની કોઈ અછત નથી; વિપક્ષના સૂત્રોચ્ચાર

    17 hours ago

    રાહુલ ગાંધીએ ગુરુવારે લોકસભામાં LPG સંકટનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, “હજી તો દર્દની શરૂઆત થઈ છે. રેસ્ટોરાં બંધ થઈ રહ્યા છે, LPG અંગે ગભરાટ ફેલાયો છે, અને રસ્તા પર કામ-ધંધો કરતા લોકોને અસર થઈ રહી છે.” રાહુલે કહ્યું કે કોઈપણ દેશનો પાયો તેની ઉર્જા સુરક્ષા છે. જો અમેરિકા નક્કી કરે કે આપણે રશિયા પાસેથી ગેસ કે તેલ ખરીદી શકીએ છીએ કે નહીં, તો તે સમજાતું નથી. હું સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું કે આ કોયડો શું છે, અને તે કરાર સાથે સંબંધિત લાગે છે. તેલ મંત્રીએ પોતે કહ્યું છે કે તેઓ એપસ્ટીનના મિત્ર છે. આ પછી ગૃહમાં હોબાળો મચી ગયો. સ્પીકર બિરલાએ રાહુલ ગાંધીને અટકાવતા કહ્યું, "જે વિષય પર તમે નોટિસ આપી છે તેના પર બોલો. જો તમે આના પર બોલવા માંગતા હો, તો નોટિસ આપો." વિપક્ષી સાંસદોએ હોબાળો મચાવ્યો. બિરલાએ પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીને બોલવા કહ્યું. પુરીએ બોલવાનું શરૂ કરતાની સાથે જ "એપસ્ટીન,એપસ્ટીન!" ના નારા લાગ્યા. ગુરુવારે લોકસભામાં દેશમાં સિલિન્ડર સંકટ મામલે વિપક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. તેમણે સંસદની બહાર "નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ" ના નારા લગાવ્યા હતા. દેશભરમાં LPG સિલિન્ડરની અછત મામલે આજે સંસદ પરિસરમાં વિપક્ષી દળો વિરોધ પ્રદર્શન કર્યુ. વિવિધ રાજ્યોમાં LPG સિલિન્ડરની અછત અને વધતા ભાવોની સમસ્યાને મુદ્દો બનાવતા, વિપક્ષે સરકાર પર લોકોના રસોડા પર સીધો હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું, "વડાપ્રધાન કહે છે કે ગભરાવાની કોઈ જરૂર નથી. પરંતુ તેઓ પોતે ગભરાયેલા દેખાય છે, સંપૂર્ણપણે અલગ કારણોસર. તેઓ એપ્સ્ટેઈન-અદાણી કેસને કારણે ગભરાઈ રહ્યા છે. તમે ગઈકાલે જોયું કે ગૃહમાં વડાપ્રધાનની ખુરશી ખાલી હતી. તેઓ દેશને ગભરાવાની જરૂર નથી એમ કહી રહ્યા છે, જ્યારે તેઓ પોતે ચિંતિત દેખાય છે." સંસદની કાર્યવાહી પર અપડેટ્સ માટે નીચે આપેલા બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    Iran gives safe passage to India through Strait of Hormuz? 'Sources' jump the gun again
    Next Article
    વલસાડ પાલિકાનું રૂ. 165 કરોડનું પુરાંતલક્ષી બજેટ મંજૂર:શહેરના વિકાસ કાર્યોને વેગ મળશે, નાણાકીય સંકડામણ નહીં નડે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment