Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જર્મન મહિલાનો ફોન સુરતમાં ખોવાયો:મહિધરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી આપી ‘અતિથિ દેવો ભવ:’ના મંત્રને ખરા અર્થમાં સાર્થક કર્યો

    12 hours ago

    ભારતની મુલાકાતે આવેલી એક જર્મન મહિલા પ્રવાસી માટે સુરતનો પ્રવાસ યાદગાર બની રહ્યો છે, પરંતુ કોઈ મુશ્કેલીના કારણે નહીં પણ સુરત પોલીસની ત્વરિત અને સરાહનીય કામગીરીને કારણે. સુરત રેલવે સ્ટેશનથી હોટલ જતી વખતે રિક્ષામાં ભુલાઈ ગયેલો કિંમતી મોબાઈલ ફોન મહિધરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી, "તેરા તુજ કો અર્પણ" કાર્યક્રમ હેઠળ મૂળ માલિકને પરત સોંપ્યો છે. પર્પલ કલરનો ગુગલ પિક્સલ રિક્ષામાં જ ભૂલાઈ ગયો જર્મનીથી ભારત પ્રવાસ અર્થે આવેલી મહિલા પ્રવાસી 25 માર્ચના સવારે આશરે 11.30 વાગ્યાની આસપાસ સુરત રેલવે સ્ટેશન ઉતરી હતી. ત્યાંથી તેઓ હોટેલ જવા માટે સ્ટેશનની બહારથી એક ઓટોરિક્ષા ભાડે કરીને રવાના થયા હતા. હોટેલ પહોંચ્યા બાદ તેમને અહેસાસ થયો કે તેઓ પોતાનો પર્પલ કલરનો ગુગલ પિક્સલ 9A મોડલનો મોબાઈલ ફોન રિક્ષામાં જ ભૂલી ગયા છે. સીસીટીવી આધારે રિક્ષાચાલક સુધી પોલીસ પહોંચી ગભરાયેલી મહિલાએ તાત્કાલિક મહિધરપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. આ મામલાની ગંભીરતા જોઈને સર્વેલન્સ ટીમ સક્રિય કરવામાં આવી હતી. પોલીસ ટીમે રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારના અલગ-અલગ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. ચોકસાઈભરી તપાસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે ટૂંક સમયમાં જ રિક્ષાચાલક અને મોબાઈલ ફોન શોધી કાઢ્યો હતો. ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ પ્રજાની સેવા કરવાના હેતુથી, પોલીસે આ ફોન મેળવીને મહિલા પ્રવાસીને પરત કર્યો હતો. પોતાનો ફોન સુરક્ષિત પરત મળતા જર્મન મહિલાએ સુરત પોલીસનો આભાર માન્યો હતો અને પોલીસની કાર્યક્ષમતાના વખાણ કર્યા હતા. આમ, મહિધરપુરા પોલીસે વિદેશી મહેમાનની મદદ કરીને ભારતીય સંસ્કૃતિના મૂળભૂત સિદ્ધાંત "અતિથિ દેવો ભવ:" ને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 'વ્હાઇટ હાઉસ'ના 72 ગેરકાયદેસર રૂમ તોડાયા:IG નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ 2 કલાકમાં કાર્યવાહી
    Next Article
    'સાપ્તી' સંસ્થા પથ્થર શિલ્પકલાને આધુનિક ટેકનોલોજીથી જીવંત રાખે છે:ધ્રાંગધ્રામાં યુવાનોને પરંપરાગત કલામાં આત્મનિર્ભર બનાવાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment