Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈત્રી નવરાત્રિની આઠમે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર:દર્શન-આરતીનો લાભ લેવા વહેલી સવારથી જ ભીડ ઉમટી; ‘જય અંબે’ના નાદથી શક્તિપીઠ ગુંજ્યું, મંદિર ફૂલોથી શણગારાયું

    10 hours ago

    આદ્યશક્તિ માં જગતજનની અંબાના ધામ અંબાજીમાં ચૈત્રી નવરાત્રિના પવિત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે ચૈત્રી આઠમ એટલે કે, દુર્ગાષ્ટમીના પાવન અવસરે માઈભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ મેળવવા અને મંગળા આરતીનો લહાવો લેવા માટે લાંબી કતારોમાં જોવા મળ્યા હતા. બે મંગળા આરતીનું વિશેષ મહત્વ ચૈત્રી નવરાત્રિ દરમિયાન અંબાજી મંદિરમાં એક ખાસ પરંપરા જળવાય છે. એકમથી આઠમ સુધી મંદિરમાં દરરોજ બે મંગળા આરતી કરવામાં આવે છે: આજે આઠમના દિવસે વહેલી સવારે 6:00 કલાકે યોજાયેલી આ મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે, નવમીથી એટલે કે આવતીકાલથી મંદિરમાં પૂર્વવત રીતે સવારની એક જ મંગળા આરતી કરવામાં આવશે. રંગબેરંગી ફૂલોથી ઝળહળી ઉઠ્યું મંદિર પરિસર ચૈત્રી નવરાત્રિના અવસરે અંબાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા સમગ્ર મંદિર પરિસરને અત્યંત સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. દેશ-વિદેશના વિવિધ રંગબેરંગી ફૂલોનો ઉપયોગ કરીને કરવામાં આવેલી સજાવટ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ફૂલોની સુગંધ અને રોશનીથી મંદિરનું વાતાવરણ દિવ્ય અને મનમોહક બની ગયું છે. દૂર-દૂરથી ઉમટ્યા ભક્તો માતાજીની આરાધના કરવા અને શક્તિપીઠના આશીર્વાદ લેવા માટે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ હજારોની સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા છે. કાળઝાળ ગરમી હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી નથી. મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઘનકચરાનો નિકાલ કરવામાં નિષ્ફળ છતા સી.ડી. ટ્રાન્સપોર્ટને 10 માસનું એક્સટેન્શન:213 કરોડનો કોન્ટ્રાક્ટ, ખજોદ સાઇટમાંથી 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટનને બદલે 14 લાખ મેટ્રિક ટન કચરો જ કાઢ્યો
    Next Article
    'How Do You Stay Connected?' NRI feeling 'Guilty' For Staying Away From Parents For 10 Years

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment