Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘનકચરાનો નિકાલ કરવામાં નિષ્ફળ છતા સી.ડી. ટ્રાન્સપોર્ટને 10 માસનું એક્સટેન્શન:213 કરોડનો કોન્ટ્રાક્ટ, ખજોદ સાઇટમાંથી 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટનને બદલે 14 લાખ મેટ્રિક ટન કચરો જ કાઢ્યો

    14 hours ago

    સુરત મહાનગપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ખજોદ ડમ્પીંગ સાઈટ પર એકત્ર થયેલા ઘનકચરાના નિકાલ માટે અપાયેલા કોન્ટ્રાક્ટને લઈ સવાલો ઉઠ્યા છે. ઘનકચરાનો નિકાલ કરતી એજન્સી સદંતર નિષ્ફળ રહી હોવા છતા મનપા કામ કરાવવા માટે જાણે લાચાર હોય તે રીતે વધુ 10 મહિનાનું એક્સ્ટેન્શન આપવાનો નિર્ણય કરાયો છે. ત્યારે સવાર એ પણ થાય છે કે, જે કામ ત્રણ વર્ષોમાં ન થયું તે 10 મહિનામાં કઈ રીતે થશે. વાપીની સી.ડી. ટ્રાન્સપોર્ટ કંપનીને 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો લક્ષ્યાંક હતો, જેની સામે કંપની માત્ર 13.62 લાખ ટન જ નિકાલ કરી શકી છે. એટલે કે 50% થી પણ ઓછી કામગીરી છતાં 10 મહિનાનો નવો કોન્ટ્રાક્ટ આપવાના નિર્ણય લેવાયો અને ત્યારબાદ ગણતરીના દિવસોમાં જ ખજોદ સાઇટ પર ફરીથી ભીષણ આગ ફાટી નીકળી છે. છેલ્લા 53 દિવસમાં આ બીજી ઘટના છે.જે સૂચવે છે કે કચરાના નિકાલમાં થયેલી નિષ્ફળતાને છુપાવવા માટે આ 'મેનમેઇડ' આપત્તિ તો નથી ને? તેવા સવાલો ઉઠી રહ્યા છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરીયાએ આક્ષેપ છે કે કંપની કચરાનો નિકાલ કરવામાં 50% નિષ્ફળ રહી છે, તેથી જમા થયેલા કચરાના ડુંગરોનો નિકાલ કરવાને બદલે તેને સળગાવી દેવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. દિવ્ય ભાસ્કર પાસે ઠરાવની કોપી, સમયમર્યાદામાં કામ ન થયાનો પાલિકાનો સ્વીકાર દિવ્ય ભાસ્કર પાસે રહેલા પાલિકાના ઠરાવની કોપી સ્પષ્ટ કરે છે કે ઉચ્ચ અધિકારીઓ બધું જાણતા હોવા છતાં મૌન છે. પાલિકાએ ઠરાવમાં પોતે સ્વીકાર્યું છે કે તેઓ નિર્ધારિત જથ્થો પ્રોસેસ કરી શક્યા નથી.ભાસ્કર પાસે જે ઠરાવની કોપી છે તેમાં પાલિકા એ પોતે સ્વીકાર્યું છે કે, ખજોદ ખાતે ઘનકચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે સી.ડી. ટ્રાન્સપોર્ટને 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ કરવાનું હતું. જોકે, પાલિકાના સત્તાવાર રિપોર્ટ મુજબ, કંપની માત્ર 13,62,448 મેટ્રિક ટન કચરો જ પ્રોસેસ કરી શકી છે. એટલે કે અડધોઅડધ કચરો હજુ પણ સાઇટ પર પડ્યો છે. આ નિષ્ફળતા છતાં કંપનીને બ્લેકલિસ્ટ કરવાને બદલે તેને ફરીથી કામ સોંપવામાં આવ્યું છે. દૈનિક 2500 ટન નિકાલનો ફિયાસ્કો વર્ક ઓર્ડર મુજબ કંપનીએ દરરોજ 2500 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હતો. 2022થી શરૂ થયેલી આ કામગીરીમાં કંપની ક્યારેય આ આંકડા સુધી પહોંચી શકી નથી. પરિણામે પાલિકાએ તેના રનિંગ બિલોમાંથી 40,02,750 રૂપિયાની પેનલ્ટી વસૂલ કરી છે. દંડ વસૂલવો એ સાબિત કરે છે કે કંપની કામ કરવામાં સક્ષમ નથી, છતાં પાલિકાના શાસકો તેના પર મહેરબાન છે. ખજોદમાં વારંવાર લાગતી આગ પાછળનું રહસ્ય છેલ્લા 53 દિવસમાં બે વાર લાગેલી આગ પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, પણ રિપોર્ટ હજુ સુધી સામે આવ્યો નથી. કોંગ્રેસના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે આ આગ કુદરતી નથી પણ લગાડવામાં આવી છે. કચરાનો જથ્થો ઓછો બતાવવા અને પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા આ ગતકડું કરાયું હોવાની પૂરી આશંકા છે. ડાયમંડ બુર્સની આબરૂ બચાવવા વધારાનો ખર્ચ ખજોદ સાઇટ ડાયમંડ બુર્સની બિલકુલ સામે હોવાથી ત્યાં ગંદકી ન દેખાય તે માટે પાલિકાએ પોતાના ખર્ચે રસ્તા બનાવ્યા અને કચરો ખસેડ્યો હતો. આ કામગીરી પાછળ પાલિકાને 2.22 કરોડથી વધુનો ખર્ચ થયો છે જે ઇજારદાર પાસેથી વસૂલવાનો છે. કંપનીના પાપે પાલિકાની તિજોરી પર બોજ વધી રહ્યો છે, છતાં અધિકારીઓ તેને એક્સટેન્શન આપવા માટે મરણીયા થયા છે. 5 વખત ટેન્ડર બહાર પાડ્યા છતાં 'નો રિસ્પોન્સ' જૂનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા પાલિકાએ 5-5 વખત નવા ટેન્ડર બહાર પાડ્યા હતા, પણ કોઈ કંપનીએ ટેન્ડર ભર્યું નહીં. પૂર્વ કોર્પોરેટરનો આક્ષેપ છે કે, ટેન્ડરની શરતો એવી રીતે રાખવામાં આવી હતી કે કોઈ નવી કંપની આવી જ ન શકે અને અંતે સી.ડી. ટ્રાન્સપોર્ટને જ મુદત વધારો આપવાનો રસ્તો સાફ થઈ જાય. 213 કરોડનું કૌભાંડ અને વિપક્ષનો હોબાળો વાપીની આ એજન્સી પર અંદાજિત 213 કરોડ રૂપિયાના કૌભાંડના આક્ષેપો છે. કચરાના નિકાલના નામે માત્ર આંકડાકીય માયાજાળ રચીને પેમેન્ટ મેળવવામાં આવતું હોવાની ચર્ચા છે. વિપક્ષે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. જ્યારે કંપની 50% કામ પૂરું કરી શકી નથી, ત્યારે તેને કયા આધારે નવો 9 લાખ ટનનો જથ્થો સોંપવામાં આવ્યો તે મોટો પ્રશ્ન છે. ઉબેર ખાતે નવા પ્લાન્ટમાં વિલંબનો ફાયદો પાલિકા હવે ઉબેર ખાતે નવો પ્લાન્ટ બનાવી રહી છે, પણ તે એપ્રિલ 2026 પહેલા શરૂ થાય તેમ નથી. વરસાદ અને પર્યાવરણ ક્લિયરન્સના બહાના હેઠળ આ પ્રોજેક્ટમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે જેથી ખજોદમાં સી.ડી. ટ્રાન્સપોર્ટની મનમાની ચાલુ રહી શકે. વિલંબ જેટલો વધારે, તેટલો જ ફાયદો આ કોન્ટ્રાક્ટર કંપનીને થઈ રહ્યો છે. પેનલ્ટી છતાં 10 મહિનાનું 'ગોલ્ડન' એક્સટેન્શન સામાન્ય રીતે જે કંપની દંડ ભરે તેને ફરી કામ મળતું નથી, પણ અહીં નિયમો નેવે મૂકાયા છે. 4 જાન્યુઆરી 2026ના રોજ કામ પૂરું થતું હોવા છતાં, પાલિકા કમિશનરે 10 મહિનાનો વધારો આપવાની દરખાસ્ત તૈયાર કરી છે. આ દરખાસ્તમાં કંપનીને હયાત ભાવે જ કામ ચાલુ રાખવા જણાવાયું છે, જે અનેક શંકાઓ જન્માવે છે. વિપક્ષે સમગ્ર પ્રોસેસને લઈ ગંભીર સવાલ ઉઠાવ્યા પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરીયા એ જણાવ્યું હતું કે, કંપનીને ત્રણ વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, સીડી ટ્રાન્સપોર્ટ. એમને સુરત શહેરમાંથી રોજ 2500 મેટ્રિક ટન કચરો બહાર નીકળે છે, પર મેટ્રિક ટન 790 રૂપિયા ચૂકવવાના અને છેલ્લા ત્રણ વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો. પરંતુ આ ઈજારદાર દ્વારા ત્રણ વર્ષમાં ફક્ત અને ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ કર્યો છે. બાકીનો જે 16 લાખ મેટ્રિક ટન કચરો છે એ પ્રોસેસ કર્યા વગરનો, સાયન્ટિફિક વે પ્રોસેસ કર્યા વગરનો એ સ્થળ પર જ, ખજોદ ડમ્પિંગ સાઈટ પર એઝ ઈટ ઈઝ છે. એટલે ક્યાંકને ક્યાંક આ કોન્ટ્રાક્ટરને છાવરતા હોય અને પોતાની કેપેસિટી કે એવી એડવાન્સ કોઈ પણ એની પાસે મશીનરી નથી, છતાં પણ એને આ કોન્ટ્રાક્ટરને ફરીથી વધુ 10 મહિના માટે કોન્ટ્રાક્ટ એક્સટેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલી વાત તો કે જ્યારે આ પાર્ટીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ને શરૂઆતથી જ આની કેપેસિટી નથી, રોજનો 2500 મેટ્રિક ટન કચરાનો નિકાલ નથી કરી શકતો તો ત્યારથી ટેન્ડર બહાર પાડીને નવા ટેન્ડરરો લાવવાની જરૂર હતી. પરંતુ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ટેન્ડરની કન્ડિશનો એવી રાખે છે કે એમાં એક જ પાર્ટી સેટ થાય એટલે એના માનીતા અને જે પણ જેમની જે આમાં ભાગીદારી છે એવા જ કોન્ટ્રાક્ટરોને સેટ કરવા માટે કોન્ટ્રાક્ટર... કોન્ટ્રાક્ટરની કન્ડિશનો રાખવામાં આવે છે. એટલે જ કોઈ નવા કોન્ટ્રાક્ટરો સુરતમાંથી અથવા ભારતમાંથી આવતા નથી. આવું જ ભૂતકાળમાં ઉંભેર ખાતે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમાં પણ બે વાર પ્રયત્ન કરવા છતાં ભારત આખામાંથી કોઈ કોન્ટ્રાક્ટર એમાં સેટ એટલે નોતો થતો કે એમણે સિવિલ વર્કને પ્રોસેસ વર્ક સાથે જોઈન્ટ કરેલું હતું એટલે ઇન્ડિયામાં ફક્ત એક જ કોન્ટ્રાક્ટર એવી જ રીતે આ સીડી ટ્રાન્સપોર્ટ એક જ કોન્ટ્રાક્ટર સેટ થાય એ રીતે ટેન્ડર કન્ડિશનો બનાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાને ભારતને હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી આપી:કહ્યું- મિત્ર દેશોના જહાજો પસાર થઈ શકશે, અમેરિકી F-18 જેટ તોડી પાડ્યાનો દાવો
    Next Article
    ચૈત્રી નવરાત્રિની આઠમે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર:દર્શન-આરતીનો લાભ લેવા વહેલી સવારથી જ ભીડ ઉમટી; ‘જય અંબે’ના નાદથી શક્તિપીઠ ગુંજ્યું, મંદિર ફૂલોથી શણગારાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment