Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખંભાતમાં રામનવમી પર્વ નિમિત્તે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:કાયદો વ્યવસ્થા જાળવવા સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ

    8 hours ago

    ખંભાત શહેરમાં રામનવમી પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાના રૂટ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ફૂટ પેટ્રોલિંગમાં નાયબ પોલીસ અધિક્ષક, પી.આઈ., પી.એસ.આઈ. સહિતના પોલીસ જવાનો જોડાયા હતા. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા તમામ માર્ગો પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષા વધારી દેવામાં આવી છે. રામનવમી શોભાયાત્રા શકરપૂર રામજી મંદિરથી શરૂ થશે. ત્યારબાદ તે જકાતનાકા, ગોપાલ સર્કલ, પાણિયારી મેદાન, અલિંગ ચાર રસ્તા, લાંબી ઓટી, ઝંડા ચોક, સ્વામી નારાયણ મંદિર, રાણા ચકલા, રાજપૂત વાડો, વાસણાવાડ અને સરદાર ટાવર થઈને ગોપાલ સર્કલ ખાતે પરત સમાપ્ત થશે. પોલીસ દ્વારા સમગ્ર શોભાયાત્રાના માર્ગ પર સઘન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી થાય તે સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા દળો સતર્ક છે.
    Click here to Read More
    Previous Article
    રામનવમી પર્વે વેરાવળમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ફૂટ પેટ્રોલિંગથી સુરક્ષા કડક:શોભાયાત્રાના રૂટ સહિત મુખ્ય બજારોમાં પોલીસ તહેનાત, અસામાજિકતત્વોને કડક ચેતવણી
    Next Article
    Meta To Layoff Nearly Thousand Employees Amid Record AI Spending: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment