Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામનવમી પર્વે વેરાવળમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ફૂટ પેટ્રોલિંગથી સુરક્ષા કડક:શોભાયાત્રાના રૂટ સહિત મુખ્ય બજારોમાં પોલીસ તહેનાત, અસામાજિકતત્વોને કડક ચેતવણી

    8 hours ago

    રામનવમીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને વેરાવળ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરમાં યોજાનારી શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. શોભાયાત્રાના નિર્ધારિત રૂટ પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે સાથે શહેરના મુખ્ય બજારો, ભીડવાળા વિસ્તારો અને રાજમાર્ગો પર પોલીસ દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. વેરાવળ સીટી પી.આઈ. જે.એન. ગઢવીની આગેવાનીમાં પોલીસ ટીમે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત નજર રાખી રહી છે. તહેવાર દરમ્યાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા જરૂરી તમામ તકેદારીઓ લેવામાં આવી રહી છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પેટ્રોલિંગ સાથે સીસીટીવી મોનીટરીંગ અને સ્ટ્રેટેજિક પોઈન્ટ્સ પર પોલીસની તૈનાતી પણ કરવામાં આવી છે. વેરાવળ પોલીસે અસામાજિક અને તોફાની તત્વોને કડક સંદેશ આપતા જણાવ્યું છે કે, કાયદો અને વ્યવસ્થા ભંગ કરવાનો કોઈપણ પ્રયાસ સહન કરવામાં આવશે નહીં અને આવા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર વ્યવસ્થાથી વેરાવળ શહેરમાં રામનવમી પર્વ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં ઉજવાઈ શકે તેવા પ્રયત્નો પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    News Today Live Updates, 26 March | A cleric, lawyer, 4 others held under UAPA for ‘JeM links’, a Ghaziabad village shrouded in silence
    Next Article
    ખંભાતમાં રામનવમી પર્વ નિમિત્તે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:કાયદો વ્યવસ્થા જાળવવા સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment