Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદેશથી દારૂ, સોનું ને લેપટોપ લાવવા બદલ કેટલી ડ્યૂટી લાગે?:નવા બેગેજ રૂલ્સ અંગે જાગૃતિ માટે કસ્ટમ્સ વિભાગે અપનાવી અનોખી રીત, માહિતી આપતા મીમ્સ બનાવ્યા

    3 days ago

    જો હું સોનાની ચેઈન પહેરીને ભારત આવું તો શું કસ્ટમ્સ ડ્યૂટી લાગશે? શું હું વિદેશથી આવતી વખતે દારૂની બોટલ સાથે લાવી શકું? અમેરિકામાં લેપટોપ સસ્તું મળે છે, તો શું ભારત લાવવા પર ટેક્સ ભરવો પડશે? આ કેટલાક એવા સવાલો છે જે વિદેશથી આવતા ભારતીયો અને મુસાફરોને થતા હોય છે. ભારતમાં વિદેશી મુસાફરો માટે 2 ફેબ્રુઆરી 2026થી નવા બેગેજ નિયમો અમલમાં આવ્યા છે. જે અંગે ઘણા લોકો એટલા જાણકાર નથી હોતા. ત્યારે કસ્ટમ્સ ડ્યૂટી અંગે લોકોમાં જાગૃત્તિ ફેલાવવા માટે હવે કસ્ટમ્સ વિભાગે અનોખી રીત અપનાવી અને મીમ્સ બનાવ્યાં છે. બજેટમાં કેન્દ્ર સરકારે કસ્ટમ્સ ડ્યૂટીમાં સુધારા કર્યા છે. આ સુધારાઓને સરળ પ્રક્રિયા, સુખદ સફરના ઉદ્દેશ્યથી ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ વિભાગ દ્વારા મીમ્સ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે. આ મીમ્સમાં કસ્ટમ્સ ઓફિસર, તેમના મિત્રો તેમજ પિતા-પુત્ર વચ્ચેના સંવાદો દ્વારા માહિતી આપવામાં આવી છે. દિલ્હી સ્થિત સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ દ્વારા એજન્સી પાસે વિવિધ વિષયો પર સાત વીડિયો તૈયાર કરાવવામાં આવ્યા છે. જેમાં વિદેશી તેમજ ભારતીય ચલણ, જ્વેલરી, લેપટોપ, ઘરનો સામાન વગેરે બાબતોને આવરી લેવામાં આવી છે. આ મીમ્સ વીડિયોને ઇન્સ્ટાગ્રામ, એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવાની સાથે દેશભરની કસ્ટમ્સ ઓફિસોમાં મોકલવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ કોઈ પણ મહિલા 40 ગ્રામ અને તે સિવાય કોઈ પણ ભારતીય પુરુષ 20 ગ્રામ જ્વેલરી ભારતમાં લાવી શકે છે, જો તેઓ એક વર્ષ કરતાં વધુ સમયથી વિદેશમાં રહેતા હોય. જો તમે રોજ પહેરવાની જ્વેલરી પહેરેલી હોય, તો તેની જાહેરાત કરવાની જરૂર નથી અને તેના પર કોઈ કસ્ટમ્સ ડ્યૂટી પણ લાગતી નથી. દારૂના કિસ્સામાં પણ નિયત મર્યાદા સુધી મુક્તિ મળે છે. 5 જગ્યાએ જાણકારી આપતા બોર્ડ લગાવવામાં આવ્યા ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ અને સુરત એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ દ્વારા જાગૃતિ ફેલાવવાનું કાર્ય તેજ કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર પાંચ મહત્વના સ્થળોએ આ જાણકારી આપતા બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેમાં 'અતિથિ-2' એપ્લિકેશન અને ઇન્ટરનેશનલ પેસેન્જરો માટેની માહિતી સામેલ છે. આ પાંચ સ્થળો પૈકી 2 ડિપાર્ચરમાં અને 3 અરાઇવલમાં છે. જેમાં ડિપાર્ચર ગેટ નં. 2 ની બહાર તેમજ ઇમિગ્રેશન કાઉન્ટરની સામે બોર્ડ મુકાયા છે. જ્યારે અરાઇવલમાં, અરાઇવલ હોલની સામે ગ્રીન અને રેડ ચેનલ નજીક, ઇમિગ્રેશન પછી, હેન્ડ બેગેજ સ્ક્રિનિંગ પહેલાં અને એરોબ્રિજ એક્ઝિટ પાસે બોર્ડ લગાવવામાં આવ્યા છે. એરપોર્ટની અંદર અને બહાર કસ્ટમ્સના નિયમો અંગે માર્ગદર્શન આપતા બોર્ડ તો છે જ, પરંતુ હવે અમદાવાદ એરપોર્ટ સર્કલથી એરપોર્ટ તરફ આવતા રસ્તા પર પણ કસ્ટમ્સ વિભાગ મોટા હોર્ડિંગ્સ મૂકવાની વિચારણા કરી રહ્યું છે. જેમાં કસ્ટમ્સ નિયમો અને મીમ્સ દ્વારા રસપ્રદ રીતે જાણકારી આપવામાં આવશે. પેસેન્જરો માટે ફીડબેક મશીન પણ મૂકાયાં કસ્ટમ્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેસેન્જરોના અનુભવો જાણવા માટે 'ફીડબેક મશીનો' મૂકવામાં આવ્યા છે. વહીવટી પારદર્શિતા અને પ્રક્રિયામાં સુધારો કરવા માટે અમદાવાદ અને સુરત એરપોર્ટ પર 9મી માર્ચના રોજ આ મશીનો મુકાયા હતા. તેમાં ચાર વિકલ્પો છે: ખૂબ જ સરસ, સારી, સંતોષકારક અને અસંતોષકારક. 9મી માર્ચથી 12મી માર્ચ સુધીમાં 30 મુસાફરોએ પ્રતિભાવ આપ્યા છે, જેમાંથી 28 મુસાફરોએ કસ્ટમ્સની કામગીરીને ખૂબ જ સારી ગણાવી છે અને બે મુસાફરોએ સંતોષ વ્યક્ત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    3 દિવસ સુધી ભાસ્કર રિપોર્ટર 'ડિજિટલ અરેસ્ટ':વીડિયો કૉલ પર યુવતી કપડાં ઉતારવા લાગી, 20 અલગ-અલગ ક્લિપ મોકલીને કહ્યું- 2 લાખ આપો
    Next Article
    ખનન માફિયાઓએ સાબરમતી નદીની શિકલ બદલી નાખી:ભાજપ નેતાના પુત્ર, ભાઈ પર ભૂસ્તર અધિકારીઓની કૂણી નજર; ડ્રોન અને સેટેલાઇટ તસવીરમાં કેદ થયા વિનાશના દૃશ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment