Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી:ડાયવેન્જર સ્કેટીંગ ગ્રુપ દ્વારા જળ પ્રદૂષણ મુક્તિનો સંદેશ, તખ્તેશ્વરથી કોળિયાક સુધી સ્કેટીંગ રેલી, 3 વર્ષથી લઈ 20 વર્ષ સુધીના બાળકોએ ભાગ લીધો

    1 week ago

    આજે ૫ જૂન, ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે ભાવનગરના ડાયવેન્જર સ્કેટીંગ ગ્રુપ દ્વારા પર્યાવરણ જાળવણીનો એક અનોખો અને પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો છે ગ્રુપના સભ્યો દ્વારા તખ્તેશ્વર મહાદેવ મંદિરથી લઈને નિષ્કલંક મહાદેવ, કોળિયાક સુધી સ્કેટીંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું., જેમાં ભાવનગરના મેયર ઉષાબેન તલરેજા એ પ્રસ્થાન કરાવ્યું હતું, ​ આ રેલીના મુખ્ય આયોજક અમિત મકવાણાએ જણાવ્યું હતું કે, "અમારો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં જાગૃતિ લાવવાનો છે. ખાસ કરીને ધાર્મિક ઉત્સવો કે પૂજા-અર્ચના બાદ લોકો પૂજા સામગ્રી અને નદી, તળાવ કે સમુદ્રમાં પધરાવી દે છે, જે જળ પ્રદૂષણનું મોટું કારણ બને છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે જળ સ્ત્રોતોને શુદ્ધ રાખવા માટે આ પ્રથા બંધ કરવી જોઈએ." આ કાર્યક્રમમાં 3 વર્ષના નાના ભૂલકાઓથી લઈને 20 વર્ષ સુધીના 20થી વધુ બાળકો અને યુવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તખ્તેશ્વર મહાદેવ મંદિર થી કોળીયાક દરિયાકિનારે 25 કિલોમીટરનું અંતર કાપી સ્કેટીંગ દ્વારા આટલું લાંબુ અંતર કાપીને બાળકોએ પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, રેલી નિષ્કલંક મહાદેવ પહોંચ્યા બાદ, ગ્રુપના સભ્યો દ્વારા ત્યાં મૂર્તિઓ અને પૂજા સામગ્રી એકત્ર કરવામાં આવશે અને દરિયા કિનારાની સફાઈ કરી પર્યાવરણની સુરક્ષાનો સંકલ્પ લેવામાં આવશે. ​આ પ્રસંગે ગ્રુપના સભ્ય શ્રુતિ અર્જુનભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અમે પર્યાવરણ દિવસની ઉજવણી માત્ર વાતોથી નહીં, પણ નક્કર કાર્ય કરીને કરી રહ્યા છીએ. સ્કેટીંગ દ્વારા અમે આ સંદેશને લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ કે પૃથ્વી અને જળનું જતન કરવું એ દરેકની જવાબદારી છે. ​ આ પ્રસંગે ભાવનગરના કમિશનર એન.કે.મિણા, શહેર ભાજપ ના મહામંત્રી નરેન્દ્રસિંહ, તેમજ આગેવાનો ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો, તેમજ ડાયવેન્જર સ્કેટીંગ ગ્રુપના આ સેવાકીય કાર્યને ભાવનગરના લોકો દ્વારા ખૂબ જ સરાહવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી અગ્નિકાંડ: એકબીજાને ભેટેલા કપલનો મૃતદેહ મળ્યો:IVF માટે રોકાયા હતા; 21 મોત, લાઇબેરિયન મહિલાની ઓળખ થઈ, પતિ હોસ્પિટલમાં દાખલ
    Next Article
    Monsoon 2026 LIVE | ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, વરસાદની આગાહી | Keralam | Gujarat | Weather | Rain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment