Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેડતીની માથાકૂટને લઇને ખૂની ખેલ ખેલાયો:હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર દીકરીની‎ છેડતીનું મનદુ:ખ રાખી પ્રૌઢની હત્યા કરાઈ‎

    12 hours ago

    હળવદમાં તા. 7 માર્ચે દીકરીની છેડતીને લઇને માથાકૂટ થઇ હતી. ત્યારે આ મામલો ફરી મંગળવારે બિચકાતા સામસામે મારામારી થતા લોકો ઘાયલ થયા હતા. જેમાં સારવાર દરમિયાન દીકરીના સગા 55 વર્ષના પ્રૌઢનું મોત થતા સમગ્ર બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવમાં સામસામે 9 શખસ સામે ગુનો નોંધાયો હતો. હળવદ બસ સ્ટેશન વિસ્તારમાં 7 માર્ચના દિવસે દીકરીની છેડતી કરી હતી. જેને લઇને બંને પક્ષો વચ્ચે માથાકૂટ થઇ હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ અરજી કરી હતી. ત્યારબાદ મામલો તા. 24ને મંગળવારે બિચકાયો હતો. મને, મારા પતિને ઢસડીને બહાર શેરીમાં લઈ ગયા મંગળવારે અમારી પાછળની શેરીમાં રહેતા નટુભાઈ પરમાર હાથમાં કુહાડી, તેનો દીકરો આશિષ હાથમાં ધોકો લઈને અમારા ઘરમાં આવ્યા અમને કહેવા લાગેલ કે તમે ગઈ 7 તારીખે મારા ભત્રીજા વિશાલ સાથે કેમ ઝઘડો કરેલ. મારા દીકરા આશિષની નોકરી ગઈ કહી હુમલો કર્યો. મને તથા મારા પતિને ઢસડીને બહાર શેરીમાં લઈ ગયા. - રતનબેન પરમાર, મૃતકના પત્ની ભાસ્કર ફર્સ્ટ પર્સન સામા પક્ષે એકને ઈજા, બાઈક સળગાવ્યું સામા પક્ષે બસ સ્ટેન્ડ પાછળ રહેતા 47 વર્ષના નટવરભાઈ નાનજીભાઈ પરમારે ફરિયાદમાં જણાવ્યુ કે, બપોરના અંદાજે સાડા ત્રણેક વાગ્યાના મારૂ બાઈક લઈને નિકળેલ ઘરથી થોડે દૂર બસ સ્ટેશન પાછળ કૃષિશાળા રોડ ઉપરથી જતો હતો. ત્યારે ત્યાં રહેતા જયેશભાઈ કાળુભાઈ પરમાર તથા તેના પિતા કાળુભાઈ મોહનભાઈ ઘરમાંથી શેરીમાં છુટ્ટા પથ્થરના ઘા કરતા હતા. જેથી હું બાઈક રોકી ઉભો રહીં ગયેલ. દરમિયાન જયેશ તથા તેના પિતા કાળુભાઇ તથા તેની માતા રતનબેને હુમલો કર્યો હતો. જયેશે ધોકાથી મને મારતા કપાળમાંથી લોહી નીકળતું હતું. દરમિયાન જયેશે તેના ઘરમા જઇને કેમિકલ ભરેલુ ડબલુ લાવી મારા બાઇકમાં છાંટી સળગાવી નાખેલું.
    Click here to Read More
    Previous Article
    ગમખ્વાર અકસ્માત સર્જાયો:ગાંધીધામ પાસે ટ્રેઇલરમાં અથડાતા ડમ્પર ચાલકનું મોત
    Next Article
    Chhattisgarh Bird Flu News |છત્તીસગઢના બિલાસપુરમાં બર્ડ ફ્લૂનો હાહાકાર | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment