Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગમખ્વાર અકસ્માત સર્જાયો:ગાંધીધામ પાસે ટ્રેઇલરમાં અથડાતા ડમ્પર ચાલકનું મોત

    8 hours ago

    ગાંધીધામ-ભચાઉ હાઇવે પર ચુંગીનાકા પાસે ગત મોડી રાત્રે સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં વોંધના રબારી યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. ટ્રેઇલર ચાલકની બેદરકારીને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં મૃતકના ભાઈએ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભચાઉના વોંધ ગામે રહેતા પપુભાઈ રાણાભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ,તા.૨૪ માર્ચની રાત્રે ત્રણેક વાગ્યે તેમના ભત્રીજા શીવાભાઈનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, ગાંધીધામ ખાતે દેવાભાઈના ડમ્પરને અકસ્માત નડ્યો છે અને તેમનું નિધન થયું છે. સમાચાર મળતા જ પરિવારજનો તાત્કાલિક ગાંધીધામ દોડી આવ્યા હતા. મૃતક દેવાભાઈ પોતાનું ડમ્પર લઈને ચુંગીનાકા પુલ પર ચડી રહ્યા હતા. તે દરમિયાન આગળ જઈ રહેલા ટ્રેઇલરના ચાલકે અચાનક બ્રેક મારી દેતા પાછળ આવતું ડમ્પર ટ્રેઇલરમાં ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે ડમ્પર ચાલક દેવાભાઈને મોઢા, હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ ડમ્પર માલિક નિર્મલસિંહ જાડેજાએ 108 એમ્બ્યુલન્સને બોલાવી ઇજાગ્રસ્ત દેવાભાઈને રામબાગ સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Swiss Islamic Scholar Jailed For 18 Years For Raping Three Women
    Next Article
    છેડતીની માથાકૂટને લઇને ખૂની ખેલ ખેલાયો:હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર દીકરીની‎ છેડતીનું મનદુ:ખ રાખી પ્રૌઢની હત્યા કરાઈ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment