Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકમેળાને લઈને આયોજન:બહુચરાજી ચૈત્રી મેળામાં એક્સ્ટ્રા બસોમાં સવા ગણું ભાડું વસૂલાશે

    9 hours ago

    યાત્રાધામ બહુચરાજી ખાતે તા.31 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન ચૈત્રી પૂનમનો લોકમેળો યોજાનાર છે. આ મેળામાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા એસટી નિગમ દ્વારા અંદાજે 530 થી વધુ ટ્રિપોનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મેળા દરમિયાન એક્સ્ટ્રા સંચાલન માટે નિગમ દ્વારા નિર્ધારિત કરાયેલ 1.25ના ગુણાંકમાં ભાડું વસૂલાશે. મેળા દરમિયાન વાહન વ્યવહારનું સંચાલન ખોરવાય નહીં તે માટે બહુચરાજી ખાતે ત્રણ અલગ-અલગ સેક્ટર વાઈઝ બૂથની રચના કરવામાં આવી છે. જેમાં બૂથ નંબર-1 બહુચરાજી બસ સ્ટેન્ડથી મહેસાણા, કડી, પાટણ, અમદાવાદ અને ચાણસ્મા તરફ જતી બસોનું સંચાલન થશે. બૂથ નંબર-2 કંકુમાના આશ્રમ પાસે શંખલપુર રોડ, જ્યાંથી હારિજ તરફની બસો ઉપડશે. જ્યારે બૂથ નંબર-3 હારિજ-શંખેશ્વર રોડ પર ગોલ્ડન ઓએસીસ હોટલની પાછળ કાર્યરત થશે, જે કડી, દસાડા, માંડલ, શંખેશ્વર, વિરમગામ અને અમદાવાદ તરફ જનારા મુસાફરો માટે સુવિધા પૂરી પાડશે. યાત્રાળુઓની સુખાકારી માટે બહુચરાજીના મુખ્ય ટ્રાફિક સર્કલ અને બસ સ્ટેન્ડ પાસે સહાયતા કેન્દ્રો શરૂ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    3 પવિત્ર મંદિરોના નિર્માણ માટે ઉછામણી મહોત્સવ:પાલનપુરમાં આજે નૂતન રામજી મંદિર,જગન્નાથ મંદિર,અંબાજી મંદિરના નિર્માણ માટે ઉછામણી
    Next Article
    Vigilance books Kotak Bank officials after civic body ‘finds’ Rs 150-cr mismatch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment