Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારામારીની રીસ રાખી હુમલો કરાયો:અગાઉની અદાવતમાં શક્તિનાથ નજીક યુવાન પર બેટ વડે હુમલો

    1 week ago

    ભરૂચ તાલુકાના ચાવજ ગામે રંગસિટી સોસાયટીમાં રહેતો અને મુળ યુપીનો મન્નુ કેશવર યાદવ રાત્રીના સમયે શક્તિનાથ વિસ્તારમાં આવેલાં મુરલીધર પાન હાઉસ પર તેના મિત્ર વિશાલ રાય સાથે સિગરેટ પિવા માટે ગયો હતો. અરસામાં અનિશ રાણા, વિરલ ઉર્ફે ગુલ્લુ ગડરિયા, તરુણ ગોહિલ તેમજ રાધે પટેલ તેમની પાસે આવ્યાં હતાં. તેઓ પૈકી વિરલ ગડરિયાના હાથમાં બેટ હતું. તેઓએ આવી તેમની સાથે અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. મામલો ગરમાતાં તેમણે તેમના પર બેટના કટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અરસામાં આસપાસના લોકોએ દોડી આવી તેમને વધુ મારથી બચાવ્યાં હતાં. જોકે, તેઓએ ત્યાંથી જતાં જતાં હવે મળશે તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકીઓ આપી ત્યાંથી જતાં રહ્યાં હતાં. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવને પગલે મન્નુ કેશવર યાદવે ભરૂચ એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેની રીશ રાખી તેમણે હુમલો કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, એક સપ્તાહ પહેલાં તેતેમજ તેના મિત્ર વિશાલ રાયને તરૂણ ગોહિલ સાથે મારામારી થઈ હતી જેની રીશ રાખી તેમણે હુમલો કર્યો હતો. બનાવને પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હુમલો:ભોલાવમાં સફાઈ સુપરવાઈઝર પર પાવડા વડે જીવલેણ હુમલો
    Next Article
    નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાયો અકસ્માત:સિસોદરા પાટીયા પાસે ટ્રાવેલ્સની બસ ડિવાઈડર કૂદીને પલટી ગઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment