Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજયની ઉજવણી:નર્મદા બાર એસોએસિશનના પ્રમુખનું રાજપીપળામાં વિજય સરઘસ નીકળ્યું

    3 days ago

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની પ્રતિષ્ઠા ભરેલી ચૂંટણીમાં નર્મદા જિલ્લા બાર એસોસિએશન પ્રમુખ વંદના આઈ.ભટ્ટ ઝંપલાવી ભવ્ય જીત મેળવતા નર્મદા જિલ્લાના વકીલો એ તેમને વધાવી રાજપીપળા શહેરના મુખ્ય માર્ગો પર વિજય સરઘસ નીકળ્યું હતું. ખુલ્લી જીપમાં વંદના ભટ્ટ હરસિદ્ધિ માતાજીના દર્શન કરી બેઠા જેમની સાથે મોટી સંખ્યામાં તેમના સાથી વકીલ મિત્રો જોડાયા હતા. ગુજરાત બાર કાઉન્સિલની તાજેતર માં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારોમાંથી 23 ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં તેઓ અનુક્રમ નં. 14 પર વિજેતા જાહેર થયા છે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી કુલ 99 ઉમેદવારોમાંથી 23 ઉમેદવારોની પસંદગીમાટે ની ચૂંટણી યોજાઈ હતી. જેમાં જયારે પરિણામ આવ્યા ત્યારે નર્મદા જિલ્લાના બાર એસોસિયેશન પ્રમુખ વંદના ભટ્ટ ને 2,03,002 જેટલા મતો મળ્યા વિજેતા બન્યા હતા. આ પ્રક્રિયામાં અનુક્રમ નં. 14 પર વિજેતા જાહેર થયા રાજ્યના વકીલોમાં પ્રતિષ્ઠિત ચૂંટણીમાં જનરલ બેઠક પર વંદનાબેન ભટ્ટની ભવ્ય જીત બદલ નર્મદા બાર એસોસિયેશન તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ડૂબવાના બનાવો રોકવા માટે નિર્ણય:પરિક્રમા દરમિયાન લાઇફ જેકેટ વિના બોટમાં બેસનારને 100નો દંડ કરાશે
    Next Article
    ઓડિશાના ડે. CMએ લખ્યું, "મોદી હૈ તો મુમકિન હૈ":ઓડિશાના ડેપ્યુટી સીએમ એસઓયુના પ્રશંસક બન્યા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment