Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસની કાળાબજારી:વલસાડમાં ઘરેલુ ગેસ સિલિન્ડરો પાંઉભાજીની દૂકાનમાં, તંત્રનું મૌન

    4 days ago

    ઇરાન અને અમેરિકા ઇઝરાયલ યુધ્ધ વચ્ચે દેશમાં ગેસ અને પેટ્રોલની બૂમરાણ થતા સરકાર દ્વારા ઉર્જા ગેસ કે પેટ્રોલ ઇંધણની કોઇ પણ અછત નથી તેવી જાહેરાત કરી કાળા બજારિયા ઉપર વોચ રાખવાની સૂચના આપી છે. આ પરિસ્થિતિ વચ્ચે વલસાડ જિલ્લામાં ગેસના સિલિન્ડરોની માગ વધી રહી છે પરંતું વલસાડમાં હાલર રોડ ઉપર શોપિંગ સેન્ટરમાં ખાણી પીણીની સ્ટોલમાં 4 થી 5 ઘરેલું ગેસ સિલિન્ડર જોવા મળતાં પુરવઠા નિયંત્રણ તંત્ર સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. ઘરેલુ રસોઇના ગેસ સિલિન્ડરોની કોઇ અછત નથી પરંતું કોમર્શિયલ સ્થાનો પર ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરો જોવા મળતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. બજારમાં ચેકિંગ કરવામાં આવતું નથી વલસાડમાં હજી તો એક દૂકાનમાં ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરો મળી આવ્યા છે.બીજી તરફ બજાર વિસ્તારમાં કોઇ ચેકિંગ કરવામાં આવ્યું નથી.પુરવઠા તંત્ર દ્વારા આ માટે તાત્કાલિક તપાસણી કરવામાં આવે તે જરૂરી છે. જિલ્લામાં 3.48 લાખ ગ્રાહકોને તકલીફ નથી એક ડિલરે નામ નહિ આપવાની શરતે જણાવ્યું કે, સમગ્ર વલસાડ જિલ્લામાં ગેસ એજન્સીઓની સંખ્યા 17થી વધુ છે. વલસાડ, ધરમપુર, પારડી, ઉમરગામ, વાપી અને કપરાડા તાલુકા સુધી ગેસ ગ્રાહકોને ઓનલાઇન બુકિંગ આધારે સિલિન્ડરોનો સપ્લાય રાબેતા મુજબ જારી છે. પરંતુ નવા કનેક્શનોનું રજિસ્ટ્રેશન હાલ તબક્કે કરવાની કાર્યવાહી બંધ રખાઇ છે.હાલે તો જે ગ્રાહકો છે તેમને ડિલીવરીનો સૌથી મોટો પ્રશ્ન તંત્ર સામે છે તેને પૂર્ણ કરવાની કામગીરી પર ફોક્સ પુરવઠા તંત્રનું હોવાનું મનાઇ રહ્યું છે. કોમર્શિયલમાં ઘરેલું ગેસ ફિલિંગની આશંકા પાંઉભાજીની દૂકાનમાં ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર સાથે કોમર્શિયલ સિલિડન્ડર જોવામાં આવતા મુદ્દો વિવાદી બન્યો છે.લોકોમાં એવી આશંકા ઉઠી છે કે શું કોમર્શ્યિલ સલિન્ડરમાં ડોમેસ્ટિક સિલિન્ડરનું ગેસ ફિલિંગ કરવામાં આવી રહ્યું છે કે કેમ તેની તપાસ કરવાના મુદ્દાની લોકો ચર્ચા કરી રહ્યા છે.કોઈને શંકા ન જાય તે માટે ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી વાણિજ્ય હેતુના સિલિન્ડરમાં રિફિલ થાય છે તેવી પ્રજામાં ચર્ચા ઉઠી છે. પાંઉભાજીની સ્ટોલમાં ઘરેલું ગેસ‎સિલિન્ડરોની તપાસ જરૂરી‎ વલસાડમાં કેબી મોલની એક દૂકાનમાં ઘરેલું ગેસ મળી આવવાની ઘટના‎મામલે શું કાર્યવાહી થશે તેવા પ્રશ્નો લોકોમાં ઉઠ્યા છે.જ્યારે સરકાર દ્વારા‎દરેક ઘરોમાં આમ જનતાને બુકિંગના સિલિન્ડરોનો સપ્લાય નિર્વિઘ્ને જારી રહે‎અને કાળા બજારની કોઇપણ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક પગલાં ભરવા‎આદેશો જારી કરાયા છે. તેવી પરિસ્થિતિમાં ઘરેલુ સિલિન્ડરોના કાળા બજાર‎નહિ થાય તે માટે સતત નજર રાખવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.‎
    Click here to Read More
    Previous Article
    પ્રજાજન પરેશાન:તલાવડી અને રામજી ખત્રી વિસ્તારમાં ડ્રેનેજનું કામ બંધ કરાતા રહીશો પરેશાન
    Next Article
    હરિપ્રસાદ નામની બોટમાંથી લાશ મળી:વલસાડના કકવાડી દરિયા કાંઠે બોટમાંથી મૃતદેહ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment