Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડની મગોદ ગ્રામ પંચાયતના સભ્યની ધરપકડ:બેંક લોન માટે પંચાયતના સહી-સિક્કાનો ઉપયોગ કરી ખોટા આધાર-પુરાવા તૈયાર કર્યા, રિમાન્ડ પર

    11 hours ago

    વલસાડ તાલુકાની મગોદ ગ્રામ પંચાયતના સભ્ય દીપેશ પટેલે બેંક લોન મેળવવા માટે બોગસ દસ્તાવેજો બનાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વલસાડ રૂરલ પોલીસે આ મામલે દીપેશ પટેલની ધરપકડ કરી છે અને તેમને 27મી માર્ચ સુધીના રિમાન્ડ પર લીધા છે. પ્રાથમિક માહિતી અનુસાર, મગોદ પંચાયતના સભ્ય દીપેશ પટેલે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પંચાયતના સહી-સિક્કાનો ઉપયોગ કરી ખોટા આધાર-પુરાવા તૈયાર કર્યા હતા. આ દસ્તાવેજોનો ઉપયોગ તેઓ બેંકમાંથી લોન મેળવવા માટે કરવાના હતા. આ ગેરરીતિની જાણ ગામના સરપંચને થતા તેમણે તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી (TDO) અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને લેખિત ફરિયાદ કરી હતી. ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ વલસાડ રૂરલ પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપી દીપેશ પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આ કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે દીપેશ પટેલના 27મી માર્ચ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ડુમસ સી-ફેસ પર કચરો ફેંક્યો તો 100નો દંડ:રવિવારે જ 400 કિલો કચરો નીકળ્યો, ગંદકી પર અંકુશ લાવવા પાલિકા એક્શન મોડમાં
    Next Article
    Petrol can be filled only in the vehicle tank | વાહનની ટાંકીમાં જ ભરાવી શકાશે પેટ્રોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment