Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડુમસ સી-ફેસ પર કચરો ફેંક્યો તો 100નો દંડ:રવિવારે જ 400 કિલો કચરો નીકળ્યો, ગંદકી પર અંકુશ લાવવા પાલિકા એક્શન મોડમાં

    10 hours ago

    સુરતીઓ માટે 166 કરોડના ખર્ચે તૈયાર થયેલું નવું નજરાણું ‘ડુમસ સી-ફેસ’ હવે ગંદકીનું કેન્દ્ર ન બને તે માટે સુરત મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. પાલિકાના આરોગ્ય વિભાગે નિર્ણય લીધો છે કે સી-ફેસ પર કચરો ફેંકનાર પાસેથી સ્થળ પર જ લઘુત્તમ 100નો દંડ વસૂલવામાં આવશે. અગાઉ રિવરફ્રન્ટ અને ગોપીતળાવ જેવી મિલકતો ગંદકીને કારણે પોતાની સુંદરતા ગુમાવી ચૂકી છે, જેથી ડુમસ સી-ફેસની સ્થિતિ એવી ન થાય તે માટે તંત્ર અત્યારથી જ સજ્જ બન્યું છે. સી-ફેસ ‘લિટર ફ્રી ઝોન’ જાહેર પાલિકાએ સમગ્ર પ્રોમેનાડ વિસ્તારને 'લિટર ફ્રી ઝોન' તરીકે ઓળખ આપવાનું નક્કી કર્યું છે. હાલમાં ત્યાં 50 હાઈ-ક્વોલિટી ડસ્ટબિન મુકવામાં આવ્યા છે પરંતુ, હવે તેમાં વધુ 25 'મૂવેબલ' ડસ્ટબિનનો ઉમેરો કરાશે. આ ડસ્ટબિનની ખાસિયત એ હશે કે લોકો જ્યારે સિટિંગ એરિયામાં બેઠા હશે અથવા સહેલગાહ કરતા હશે, ત્યારે ડસ્ટબિન તેમની આસપાસ ફરતી રહેશે જેથી કચરો નાખવા માટે દૂર સુધી જવું ન પડે અને સુંદરતા જળવાઈ રહે. CCTVથી વોચ અને 30 માર્શલ તૈનાત શનિ-રવિની રજાઓમાં અહીં 50 હજારથી વધુ સહેલાણીઓ ઉમટી પડે છે, જેના કારણે માત્ર બે દિવસમાં જ 700 કિલો જેટલો કચરો પેદા થાય છે. આ ગંદકી પર અંકુશ મેળવવા માટે હવે સફાઈ એજન્સીને CCTV કેમેરા ગોઠવવા આદેશ અપાયા છે. આ કેમેરાનું સીધું જોડાણ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) સાથે કરવામાં આવશે. જો કોઈ કચરો ફેંકતા ઝડપાશે, તો ફૂટેજના આધારે ત્યાં તૈનાત 30 માર્શલ્સને તુરંત જાણ કરી સ્થળ પર જ દંડ ફટકારવામાં આવશે. એન્ટ્રી ફી વસૂલવાની તૈયારી ડુમસ સી-ફેસમાં થતા ન્યુસન્સ અને ગંદકીને રોકવા માટે પાલિકા હવે પ્રવેશ ફી (Entry Fee) વસૂલવાની ગંભીર વિચારણા કરી રહી છે. આ માટે વિભાગ દ્વારા બાળકો, મહિલાઓ અને વડીલો માટે અલગ-અલગ કેટેગરી મુજબ ફીનું માળખું તૈયાર કરવાની દરખાસ્ત બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ઉચ્ચ કક્ષાએથી મંજૂરી મળતા જ અહીં પ્રવેશવા માટે સુરતીઓએ ખિસ્સા હળવા કરવા પડશે.
    Click here to Read More
    Previous Article
    CAG audit report flags discrepancies for MPCB
    Next Article
    વલસાડની મગોદ ગ્રામ પંચાયતના સભ્યની ધરપકડ:બેંક લોન માટે પંચાયતના સહી-સિક્કાનો ઉપયોગ કરી ખોટા આધાર-પુરાવા તૈયાર કર્યા, રિમાન્ડ પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment