Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીવ ઈન પાર્ટનરની હત્યા મામલે સુરજ ભુવાજીના જામીન રદ:યુવતીની હત્યા કરી પેટ્રોલ છાંટી લાશને સળગાવી નાખી'તી, હાઈકોર્ટે જામીન આપતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો

    14 hours ago

    વર્ષ 2023માં જૂનાગઢની યુવતીની હત્યા કરી લાશ સળગાવી નાખવાના કેસમાં સુરજ ભુવાજી સહિતના ચાર આરોપીઓને હાઈકોર્ટે જામીન આપ્યા હતા. જેની સામે ફરિયાદી અને સરકાર પક્ષે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા સુપ્રીમ કોર્ટે સુરજ ભુવાજી સહિત ચાર આરોપીઓના જામીન રદ કરી ટ્રાયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવા આદેશ કર્યો છે. સાથે લીવ ઈનમાં રહેતી યુવતીની સુરજ ભુવાજી સહિતના આરોપીઓએ મળી હત્યા કરી લાશને સળગાવી નાખી હતી. સમગ્ર કેસને અમદાવાદ પોલીસે ઉકેલ્યો હતો. લીવ ઈનમાં રહેતી યુવતીની હત્યા કરી લાશ સળગાવી દેવાઈ હતી જુનાગઢ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ સુરજ ભુવાજીએ અમદાવાદની કોર્ટમાં ફરિયાદીની બહેનને લઈ જવાનું કહીને પોતાના ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં સહઆરોપી મિત શાહે તેનું ગળું દાબીને હત્યા કરી હતી. બાદમાં તેની બોડી ઉપર પેટ્રોલ છાંટીને તેની લાશ સળગાવી દીધી હતી. મૃતકના ભાઈ એવા ફરિયાદીને આરોપીએ જણાવ્યું હતું કે તેની બહેન અમદાવાદથી ક્યાંક જતી રહી છે. પહેલેથી જ પરિણીત સુરજ ભુવાજી ફરિયાદીની 22 વર્ષીય બહેન સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો. પરંતુ બંને વચ્ચે ખટરાગ સર્જાતા ફરિયાદીની બહેને સુરજ ભુવાજી સામે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સૂરજ ભુવાજીએ ફરિયાદીની બહેનનો કાંટો કાઢી નાખવા માટે સહ આરોપીઓ સાથે મળીને કાવતરું રચ્યું હતું. જે મુજબ ફરિયાદીની બહેને કરેલા કેસ સંદર્ભે તેને અમદાવાદ જવાનું કહ્યું હતું. આરોપીઓ યુવતીને લઈને ગાડીમાં ગયા હતા. જ્યાં રસ્તામાં સુરજ ભુવાજીના ખેતરમાં ગાડીને ઉભી રાખી હતી. સીટની પાછળ બેસેલા મિત શાહે યુવતીનું દુપટ્ટાથી ગળું દબાવી દીધું હતું. તેનું મૃત્યુ નીપજતા તેને ખેતરમાં જ સળગાવી દેવામાં આવી હતી. તેના ભાઈને કહેવામાં આવ્યું હતું કે યુવતી અમદાવાદથી ક્યાંક ચાલી ગઈ છે. જ્યારે યુવતીની તો રસ્તા વચ્ચે જ હત્યા કરી દેવામાં આવી હતી. તપાસ મુજબ પોલીસની પકડથી દૂર રહેવા સહ આરોપીને મૃતક યુવતીનો દુપટ્ટો ઓઢાડીને આરોપીઓ અમદાવાદ આવ્યા હતા. વળી યુવતીને શોધવાનું નાટક અમદાવાદના રોડ ઉપરના CCTV કેમેરા સામે કરવામાં આવ્યું હતું. જ્યારે યુવતીના મોબાઈલથી સુરત ભુવાજીને વોટ્સએપ મેસેજ પણ કરવામાં આવ્યા હતા, બાદમાં મોબાઈલનો નાશ કરવામાં આવ્યો હતો. આ તમામ બાબતો પોલીસને ગેરમાર્ગે દોરવા કરવામાં આવી હતી. સહઆરોપી પકડાતા પોલીસ સમક્ષ વટાણા વેરી દીધા હતા સુરજ ભુવાજીએ યુવતીના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે યુવતી અમદાવાદથી ક્યાંક જતી રહી છે. જે અંગે તેને ગુમ થયાની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જો કે મિત શાહની પોલીસે કડક પૂછપરછ કરતા તેને વટાણા વેરી દીધા હતા. યુવતીના ભાઈ એવા ફરિયાદીને તપાસ અધિકારીએ સઘળી હકીકત જણાવતા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. ગુજરાત હાઈકોર્ટે જામીન આપતા ફરિયાદી પક્ષ સુપ્રીમમાં ગયો હતો ઉલ્લેખનીય છે કે આરોપીઓએ તપાસ એજન્સીને ખોટા નિવેદનો આપીને ચકરાવે ચઢાવી હતી. વળી યુવતીના કપડા, દુપટ્ટો અને પાકીટને અમદાવાદમાં બાળી નાખ્યા હતા. આ કેસમાં 70 જેટલા સાહેદો છે. ગુજરાત હાઇકોર્ટે આરોપીઓને તપાસ પૂર્ણ થતા અને ચાર્જશીટ ફાઇલ થતાં ટ્રાયલમાં વિલંબ થવાના કારણોસર શરતી જામીન આપ્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ગુનાની ગંભીરતાને જોતા તેમને જામીન આપી શકાય નહીં. જો ટ્રાયલ કોર્ટમાં ટ્રાયલ ચાલવામાં વધુ વિલંબ થાય તેઓ ન્યાયિક માર્ગ અપનાવી શકશે. ચારેય આરોપીઓએ 4 અઠવાડિયામાં ટ્રાયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવું પડશે ફરિયાદીએ એડવોકેટ કુલદીપસિંહ જાડેજા દ્વારા અને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતાં સુરજ ભુવાજીની સાથે સહઆરોપી મુકેશ સોલંકી, ગુંજન જોશી અને મીત શાહના જામીન રદ કરવામાં આવ્યા છે. તેઓએ 4 અઠવાડિયાની અંદર ટ્રાયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવું પડશે. યુવતી અને સુરજ ભુવાજી લીવ ઈનમાં રહેતા હતા મૃતક યુવતી અને સૂરજ લીવ ઈનમાં રહેતા હતા. સૂરજ તેના પરિવારને મળવા જાય તે યુવતીને પસંદ ન હતું. જેને લઇને યુવતી અને સુરજ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.યુવતીએ સૂરજ સામે ફરિયાદ પણ કરી હતી. પરંતુ તે કોર્ટમાં પ્રોસેસમાં હતી. બીજી તરફ સૂરજ પણ યુવતીથી છુટકારો મેળવવા માગતો હતો.પરંતુ હવે કરવું શું તે તેને ખબર ન હતી. એટલે તેણે તેના અનુયાયીઓને પોતાની સાથે લીધા અને તેના કહ્યા પ્રમાણે તેઓ કરતા રહ્યા. જેમાં એક નિર્દોષ યુવતીને સૂરજ અને મીત જૂનાગઢથી અમદાવાદ લાવી રહ્યા હતા. જોકે, તે પહેલા જ ચોટીલા પાસે વટાવલ ગામની સીમામાં તેઓએ કાર ઉભી રાખી હતી. જ્યાં ભુવાએ કહ્યું કે, હું થોડીવારમાં આવું છું મારે પૈસાની જરૂર છે. જોકે, તે સમયે કારમાં યુવતી સાથે મીત હાજર હતો. સૂરજ ધારાનું ગળું દબાવી હત્યા કરી મીત મૂળ અમદાવાદનો છે. તે યુવતી સાથે કારમાં બેઠો હતો તે દરમિયાન સૂરજ ભુવા અને તેના ભાઇઓ ત્યાં આવે છે અને યુવતી સાથે ઝઘડો કરે છે. થોડીવારમાં ઝઘડો ખૂબ જ વધી જાય છે અને સૂરજ યુવતીનું ગળું દબાવી મારી નાખે છે. ત્યારે સૂરજ અને તેની સાથે અન્ય લોકો ભેગા મળીને યુવતીની લાશને પેટ્રોલ અને લાકડાથી સળગાવી નાખે છે. ત્યારબાદ તેઓમાંથી એક વ્યક્તિ મૃતકના કપડા પહેરી અમદાવાદ આવે છે. એટલે કોઇને અમ ના લાગે કે ભુવા જોડે યુવતી અમદાવાદ આવી ન હતી. મીતની માતા અન્ય લોકો સાથે મુંબઇ પહોંચી અમદાવાદ આવ્યા બાદ ભુવાના મિત્ર મીતે તેની માતાને પણ પ્લાનમાં સામેલ કરી. મીતે ઘરે આવીને તેની માતાને કહે છે કે અમે યુવતીને મારી નાખી છે અને હવે તારે યુવતીના કપડા પહેરી અંહીયાથી બોમ્બે તરફ જવાનું છે એટલે મીત અને સૂરજ બંને તે રાત્રે હોટલમાં રોકાયા હતા. બીજી તરફ સવારે યુવતીના કપડા પહેરી મીતની માતા ઘરેથી નીકળે છે એટલે લોકોને એવું લાગે કે યુવતી સવાર સવારમાં સૂરજને છોડીને ક્યાંક જતી રહી છે. આ સમયે યુવતીનો મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવે છે. મીતની માતા અન્ય લોકો સાથે મુંબઇના વસઇ પહોંચે છે. જ્યાં યુવતીનો મોબાઇલ સ્વિચ ઓન કરવામાં આવે છે. યુવતીની હત્યા કર્યા બાદ પોલીસ સમક્ષ ગુમ થયાની અરજી કરી હતી યુવતીની હત્યા નિપજાવ્યા બાદ સુરજ પ્લાન મુજબ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસને જણાવ્યું હતું કે, યુવતી ક્યાંક જતી રહી છે. અમે તેને શોધી રહ્યા છીએ. અમારે આ સંદર્ભે અરજી આપવી છે. એટલામાં પ્લાન પ્રમાણે ભુવાના ફોનમાં એક મેસેજ આવે છે. જે યુવતીના ફોનમાંથી કરવામાં આવ્યો હતો. આ મેસેજમાં લખ્યું હોય છે કે, સૂરજ હવે તું મને શોધતો નહીં હું તારી જિંદગીમાંથી દૂર જઈ રહી છું અને આ મેસેજ ભુવા અને મીત પાલડી પોલીસ સ્ટેશનના પોલીસને બતાવે છે એટલે તે સમયે પોલીસે આ વાતને કદાચ માની લીધી હોય તેવું શક્ય છે પરંતુ આ પોલીસ સ્ટેશનમાં જે ચાલી રહ્યું હતું. તે પહેલા તો યુવતીની હત્યા થઇ ગઇ હતી અને તેની લાશનો નિકાલ પણ થઇ ગયો હતો. યુવતી ગાયબ છે તેમ જણાવી ફાઇલ બંધ કરી દેવાઇ તો બીજી તરફ યુવતીના મોબાઇલ ફોન પર તેનો ભાઇ સતત ફોન કરતો હતો પણ યુવતીનો ફોન નોટ રીચેબલ આવતો હતો. એટલે સૂરજ ઉર્ફે ભુવાએ યુવતીના ભાઇને એક દિવસ ફોન કરીને કહ્યું હતું કે,તેની બહેન ગુમ થઇ ગઇ છે અને અમે તેની જાણ પાલડી પોલીસ સ્ટેશનમાં પણ કરી છે. આ વાતની જાણ થતા યુવતીનો ભાઇ અમદાવાદ આવી પહોંચે છે અને ત્યારબાદ પાલડી પોલીસ સ્ટેશન પહોંચી બહેન વિશે પૂછપરછ કરે છે. પરંતુ કોઇ કડી કે કોઇ ક્લુ ના મળતા યુવતી ગાયબ છે તેમ જણાવી ફાઇલ બંધ કરી દેવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    વાઘોડિયાની પ્રાઈવેટ યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપી વિદ્યાર્થીનો આપઘાત:આત્મહત્યાનું કારણ અકબંધ, 22 વર્ષીય યુવક સુરતથી વડોદરા ફિઝિયોથેરાપી કરવા આવ્યો'તો
    Next Article
    Iran War Impact On India LIVE | 10 વાગ્યા! ભારત સામે કેટલા પડકાર? | PM Modi | Trump | News | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment