Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોર્ટમાં પુરાવા રજૂ કરવામાં કંપની નિષ્ફળ:ખેડૂતનો વીમો ઉંમરના બહાને નકારતી કંપનીને કોર્ટે ફટકારી, વ્યાજ સાથે ક્લેઈમ ચૂકવવા આદેશ

    10 hours ago

    સુરત જિલ્લાના કીમ ખાતે રહેતા અને સ્થાનિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જમનાદાસભાઈ ખેડૂત મંડળીના સભાસદ હતા. 20 માર્ચ, 2018ના રોજ તેઓ પોતાની બાઇક પર સવાર થઈ શાળાએ જઈ રહ્યા હતા ત્યારે અચાનક રસ્તા પર પશુઓ આવી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પરિવાર વતી વીમાના રૂ. 2 લાખ માટે ક્લેઈમ કરવામાં આવ્યો હતો ખેડૂત મંડળી દ્વારા પોતાના તમામ સભાસદો માટે ‘ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ’ લેવામાં આવ્યું હતું. જમનાદાસભાઈના અવસાન બાદ પરિવાર વતી વીમાના રૂ. 2 લાખ માટે ક્લેઈમ કરવામાં આવ્યો હતો. જોકે, વીમા કંપનીએ આ ક્લેઈમ ફગાવી દેતા દલીલ કરી હતી કે પોલિસીની શરતો મુજબ માત્ર 70 વર્ષની વય સુધીના વ્યક્તિને જ વળતર મળી શકે છે, જ્યારે મૃતક ખેડૂતની ઉંમર અકસ્માત સમયે 71 વર્ષ હતી. ખેડૂતની ઉંમર 71 વર્ષ હોવાનો કોઈ સત્તાવાર દસ્તાવેજી પુરાવો નથી વીમા કંપનીના આ અન્યાયી વલણ સામે ખેડૂત મંડળી દ્વારા ગ્રાહક કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. મંડળી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈએ ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે, કંપની પાસે ખેડૂતની ઉંમર 71 વર્ષ હોવાનો કોઈ સત્તાવાર દસ્તાવેજી પુરાવો નથી. કોર્ટે વારંવાર તક આપવા છતાં વીમા કંપની ખેડૂતની વય મર્યાદા ઓળંગાઈ ગઈ હોવાનું સાબિત કરી શકી ન હતી, જેના કારણે કંપનીનો પક્ષ નબળો પડ્યો હતો. ગ્રાહક કોર્ટનો ચુકાદો બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુરત ગ્રાહક કોર્ટે વીમા કંપનીની ઝાટકણી કાઢી હતી. કોર્ટે અવલોકન કર્યું કે માત્ર ટેકનિકલ કારણો કે પુરાવા વગરની ઉંમરની દલીલો આપીને કોઈનો હક્ક છીનવી શકાય નહીં. અંતે, કોર્ટે વીમા કંપનીને આદેશ આપ્યો કે મૃતક ખેડૂતના વારસદારોને વીમાની રકમ રૂ. 2 લાખ, અરજી કર્યાની તારીખથી 9 ટકા વ્યાજ સાથે ચૂકવી દેવી.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં ત્રણ IAS અધિકારીઓની બદલી:જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને નવા કલેક્ટર મળ્યા, પી.આર. પટેલિયાની ફરી સચિવ તરીકે કરાર આધારે નિમણૂક
    Next Article
    Iran War Impact On India LIVE | 8 વાગ્યા! ભારત સામે કેટલા પડકાર? | PM Modi | Trump | News | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment