Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલપંપમાં બાઈક-ફોરવ્હીલ માટે અલગ લાઇન મુદ્દે વિવાદ:પેટ્રોલ પંપના કર્મચારીઓએ પેટ્રોલ પુરાવા ગયેલ આધેડને ઢીકાપાટુ તેમજ લાકડીથી માર માર્યો

    14 hours ago

    ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર બાઈક અને ફોરવ્હીલ વાહનો માટે અલગ લાઇનમાં ઉભા રહેવા બાબતે થયેલી બોલાચાલી બાદ વિવાદ ઉગ્ર બની મારામારીમાં ફેરવાયો હતો, જેમાં બાઈકમાં પેટ્રોલ પૂરાવવા ગયેલા આધેડ પર પંપના કર્મચારીઓએ ગાળો આપી ઢીકાપાટુ તેમજ લાકડીથી માર માર્યો હતો. આ ઘટનાના પગલે ભરતનગર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આધેડ બપોરના સમયે પેટ્રોલ પુરાવવા પેટ્રોલ પંપે ગયા હતા આ બનાવ અંગે ભરતનગર પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ કૌશલ્ય પાર્કના રહેવાસી પ્રવીણસિંહ દિલુભા જાડેજા ઉ.વ 59 એ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ બપોરના સમયે પોતાની શાઇન બાઈક નં. GJ-04-FB-9379 માં પેટ્રોલ પૂરાવવા રીંગરોડ સ્થિત નાયરા પેટ્રોલ પંપે ગયા હતા, જ્યાં લાઇનમાં ઉભા રહેતા પંપ પર કામ કરતા અબ્બાસભાઈએ તેમને બીજી લાઇનમાં જવા કહ્યું હતું. મેનેજરને ફરિયાદ કરવા જતા ગાળો આપી ઢીકાપાટુ તથા લાકડીથી માર માર્યો હતો આ મુદ્દે થયેલી બોલાચાલી બાદ આધેડ પ્રવીણસિંહ મેનેજરને ફરિયાદ કરવા જતા અબ્બાસભાઈએ ગાળો આપી ઢીકાપાટુ તથા લાકડીથી માર માર્યો હતો. ત્યારબાદ અન્ય ત્રણ કર્મચારીઓ પણ જોડાઈ તેમને માર માર્યો હતો. આ દરમિયાન એક શખ્સે હાથમાં કડું પહેરલ હતું તેને મોબાઇલ અને બાઈકની ચાવી છીનવી લીધી હતી, જે બાદમાં પરત અપાઈ હતી. આ બનાવ દરમિયાન આધેડ પ્રવીણસિંહે ભત્રીજાને બોલાવી 112 પર કોલ કરતા પોલીસ પહોંચી હતી અને તમામને ભરતનગર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા, જે ફરિયાદના અનુસંધાને ભરતનગર પોલીસે જયરાજ સુરેશભાઈ પરમાર, હાર્દિક ભીમભાઈ આલગોતર, જલદીપ પીયૂષભાઈ પરમાર, અબ્બાસ સામે BNS કલમ 115(2), 352, 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં સોનીવાડની દુકાનમાંથી 3 લાખના સોનાના દાગીનાની ચોરી:ગ્રાહક બની આવેલો શખ્સ દાગીના ચોરી ફરાર, CCTV સામે આવ્યાં
    Next Article
    7 PM Gujarati News LIVE | આજના તમામ મહત્વના સમાચાર | Weather | Superfast News | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment