Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસી નેતા હિંમતસિંહ પટેલના દીકરાની દારૂ કેસમાં ધરપકડ:અગાઉ પોલીસે સમાધાન કરી છોડી મૂક્યો હતો, આરોપીઓ પાસેથી હેરિયર ગાડી પણ કબ્જે કરી

    10 hours ago

    અમદાવાદ શહેરના દૂધેશ્વર પાસે 22 માર્ચની રાતે કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલનો દીકરો દારૂ પીધેલી હાલતમાં અને દારૂ સાથે ઝડપાયો હતો. જોકે, આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો પરંતુ, કોલ કરનાર વ્યક્તિએ સમાધાન કરતા પોલીસે આરોપીને દારૂના કેસમાં છોડી દીધો હતો. વીડિયોના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી આ ઘટનાનો બીજા દિવસે સવારે વીડિયો વાયરલ થયો હતો, જેમાં હિંમતસિંહ પટેલનો દીકરો યુવરાજ અને તેનો મિત્ર શ્રીકાંત તોમર દારૂ પીધેલી હાલતમાં હતા અને તેમની ગાડીમાં દારૂની બોટલ હતો. વીડિયો વાયરલ થયા બાદ માધવપુરા પોલીસે આ અંગે બે અલગ-અલગ ગુના નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે આરોપીઓ પાસેથી હેરિયર ગાડી પણ કબ્જે કરી છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલા નૈમેષ પાર્ક સોસાયટીમાં રહેતા 66 વર્ષીય અલકાબેન શાહે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં રજની પરડવા વિરૂદ્ધ ધમકીની ફરિયાદ કરી છે. અલકાબેન સંયુક્ત પરિવારમાં રહે છે અને આશ્રમ રોડ પર આવેલા પ્રીમિયમ હાઊસમાં સુપર લોજિસ્ટીક નામનથી શીપીગ કંપની ધરાવીને ધંધો કરે છે. અલકાબેનનું નવરંગપુરામાં આવેલા આરોન રેસીડેન્સીમાં બીજુ મકાન છે, જે વર્ષ 2013માં તેમના દીકરા વત્સલના નામે ખરીદ્યુ હતું. તારા દીકરાને સમજાવી દે જે મારી કોઈ બાબતમાં પડે નહી આરોન રેસીડેન્સીના છ ફ્લેટમાં રજની પરડવા નામનો યુવક PG ચલાવી રહ્યો છે. બે દિવસ પહેલા મહિલા તેમની ઓફિસમાં હતી ત્યારે રજનીએ વોટ્સએપ કોલ કર્યો હતો અને કહ્યુ હતું કે, તારા દીકરાને સમજાવી દે જે મારી કોઈ બાબતમાં પડે નહી, તારા દિકરાને મારી મારીને છોતરા કાઢી નાખીશ. ગઈકાલે અલકાબેનના ઘરની પાસે રજની આવ્યો હતો અને ધમકી આપી હતી કે મારે વત્સલ જોડે પાંચ લાખ રૂપિયા લેવાના છે જે મને નહી આપો ત્યા સુધી હું રોજ આવીશ. રજનીએ બે દિવસથી ધમાલ મચાવતા વૃદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પશુ અત્યાચાર કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો:પંચમહાલ LCB એ ગોધરામાંથી ફરાર આરોપીને દબોચ્યો
    Next Article
    ભાભીને પિયર રિસામણેથી તેડવા જતા યુવાન પર હૂમલો:રાજકોટમાં મિત્રએ મિત્રને છરી મારી, 10% વ્યાજ ખંખેર્યા બાદ પણ યુવાનને વ્યાજખોરની ધાકધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment