Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્ય ચૂંટણી પંચની તૈયારી પર પ્રશ્નચિહ્ન!:વેબસાઈટ પર જૂનો ડેટા, તાલુકા-નગરપાલિકાની મુદ્દત અંગે સ્પષ્ટતા જ નહીં, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ માહિતી વ્યવસ્થામાં ખામી

    12 hours ago

    ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજ્ય ચૂંટણી પંચની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. એક તરફ રાજ્યમાં 15 મહાનગરપાલિકા સહિત વિવિધ સ્થાનિક સંસ્થાઓમાં ચૂંટણી યોજાવાની તૈયારી ચાલી રહી છે અને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ત્યારે બીજી તરફ ચૂંટણી પંચ પાસે જ તાલુકા પંચાયત અને નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થઈ છે તેની સંપૂર્ણ અને અપડેટ માહિતી ઉપલબ્ધ નથી તે ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે. ચૂંટણી પંચનું મુખ્ય કાર્ય નિષ્પક્ષ અને સમયસર ચૂંટણી યોજવાનું હોય છે, પરંતુ ચૂંટણી નજીક આવી રહી હોવા છતાં આધારભૂત માહિતીનો જ અભાવ હોવો તંત્રની કાર્યક્ષમતા પર સીધો સવાલ ઉભો કરે છે. ખાસ કરીને કઈ સંસ્થાઓમાં ચૂંટણી બાકી છે અને ક્યાં સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે તેની સ્પષ્ટ માહિતી ન હોવી આયોજનમાં ગંભીર ખામી દર્શાવે છે. ઓક્ટોબર 2025માં રોટેશન જાહેર થયા બાદ પણ સાઈટ પર જૂનો ડેટા આગામી સમયમાં થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા ઓક્ટોબર 2025માં જ 27 ટકા ઓબીસી અનામતની અમલવારી સાથે નવા રોટેશન જાહેર કરી ચૂકી છે. પરંતુ, સ્ટેટ ઈનલેકશન કમિશનની સાઈટ પર હજી પણ વોર્ડ વાઈઝ બેઠકની જૂની જ માહિતી દર્શાવવામાં આવી રહી છે. વેબસાઈટ પર પણ ગોટાળો: જૂનો ડેટા, નવો અપડેટ ડેટા નથી સ્થિતિ એટલી ચિંતાજનક છે કે રાજ્ય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ પર પણ અપડેટેડ માહિતી ઉપલબ્ધ નથી. હાલ વેબસાઈટ પર જૂનો ડેટા જ જોવા મળે છે, જ્યારે નવી માહિતી અપલોડ કરવામાં આવી નથી. આ કારણે સામાન્ય નાગરિકો તેમજ રાજકીય પક્ષોને ચોક્કસ માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તેની સામે, કેન્દ્રીય સ્તરે Election Commission of India દ્વારા દરેક માહિતી સમયસર અને પારદર્શક રીતે વેબસાઈટ પર અપડેટ કરવામાં આવે છે, જેની તુલનામાં રાજ્ય ચૂંટણી પંચની કામગીરી નબળી જણાઈ રહી છે. તંત્ર હજુ ડેટા એકત્રિત કરવામાં જ વ્યસ્ત સૂત્રો મુજબ, હાલ પરિસ્થિતિ એવી છે કે ચૂંટણી તારીખો જાહેર થવાના આરે છે છતાં તંત્ર હજુ સુધી ડેટા એકત્રિત કરવામાં જ વ્યસ્ત છે. આ પરિસ્થિતિ ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ સર્જી શકે છે તેવી શક્યતા પણ નકારી શકાય તેવી નથી. વિશ્લેષકોના મતે આયોજન વધુ મુશ્કેલ બનશે વિશ્લેષકો માને છે કે જો ચૂંટણી પંચ પાસે જ તાલુકા અને નગરપાલિકાની સમયમર્યાદાની ચોક્કસ માહિતી ન હોય, તો સમગ્ર રાજ્યમાં એકસાથે ચૂંટણી આયોજન કરવું વધુ મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક માહિતી વ્યવસ્થા મજબૂત કરવાની જરૂર છે. રાજકીય વર્તુળોમાં ગરમાવો આ મુદ્દે રાજકીય વર્તુળોમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. વિરોધ પક્ષો દ્વારા ચૂંટણી પંચ અને રાજ્ય સરકારની કામગીરી પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે અને સંપૂર્ણ માહિતી જાહેર કરવાની માંગ ઉઠી રહી છે. આ પરિસ્થિતિએ હવે એક મોટો પ્રશ્ન ઉભો કર્યો છે — શું રાજ્ય ચૂંટણી પંચ ખરેખર ચૂંટણી માટે તૈયાર છે કે પછી ફરી એકવાર ગડબડ અને વિલંબનો સામનો કરવો પડશે?
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં આમ આદમી પાર્ટીની 'વિજય વિશ્વાસ સભા':કેજરીવાલે કહ્યું- જે ભાજપને તમે 40 સીટ આપી, તેજ તમને દંડા મારે છે, પણ AAPના નેતા તમારા માટે દંડા ખાઈ જેલ જાય છે
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિ.માં 30મીથી 45,296 વિદ્યાર્થીઓની પરીક્ષા:એક્ઝામના CCTVનું ચુસ્ત મોનિટરીંગ, 3 મહિનામાં પરિણામ જાહેર થાય એવી વિદ્યાર્થીઓમાં માગ ઉઠી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment