Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિ.માં 30મીથી 45,296 વિદ્યાર્થીઓની પરીક્ષા:એક્ઝામના CCTVનું ચુસ્ત મોનિટરીંગ, 3 મહિનામાં પરિણામ જાહેર થાય એવી વિદ્યાર્થીઓમાં માગ ઉઠી

    16 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 30 માર્ચથી બેચલર અને માસ્ટર ડિગ્રીના છેલ્લા સેમેસ્ટરના 45,296 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. 120 પરીક્ષા કેન્દ્ર પરથી યોજાનારી આ એક્ઝામમાં 55 ઓબ્ઝર્વર ફરજ બજાવવાના છે. પરીક્ષાના સીસીટીવી યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મૂકવાનું અગાઉથી જ બંધ કરી દેવાયું છે અને CCTV ના મોનીટરીંગ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આ વખતની પરીક્ષામાં યુનિવર્સિટી ગેરરીતિના કિસ્સાઓ છૂપાવે છે કે, જાહેર કરે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. આ ઉપરાંત પરીક્ષાના પરિણામો સમયસર ત્રણ માસમાં જાહેર થાય તેવી વિદ્યાર્થીઓમાં માગણી ઉઠી છે. 30 માર્ચથી યુનિ.ના હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે યુનિવર્સિટીમાં 30 માર્ચના સોમવારથી બેચલર ડિગ્રીના સેમેસ્ટર -6 અને માસ્ટર ડિગ્રીના સેમેસ્ટર-4ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. જેમાં સેમેસ્ટર-6માં બી.એ.માં 13686, બી.કોમ.માં 11493, બી.સી.એ.માં 5903, બી.બી.એ.માં 2992 અને એલ. એલ. બી.માં 2311 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જ્યારે માસ્ટર ડિગ્રીમાં સેમેસ્ટર-4માં એમ. કોમ. રેગ્યુલરમાં 1544 અને એક્સટર્નલમાં 1310 તો એમ.એ. રેગ્યુલરમાં 738 અને એક્સટર્નલમાં 1466 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. વિદ્યાર્થીઓના પરિણામ વહેલાસર જાહેર થાય એવી માગ યુનિવર્સિટીમાં કાયમી પરીક્ષા નિયામકની જગ્યા પર લાંબા સમયથી ભરતી થઈ નથી. જેથી પરીક્ષા વિભાગનો વહીવટ ખાડે ગયો છે. વિદ્યાર્થીઓની પરીક્ષા તો ઝડપથી લેવાય છે પરંતુ પરિણામો મોડા જાહેર થાય છે. રેગ્યુલર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિણામ ત્રણ મહિના બાદ પણ જાહેર થતા નથી જ્યારે અમૂક રીપીટર વિદ્યાર્થીઓને તો રીઝલ્ટ માટે 6 માસથી વધુ સમય રાહ જોવી પડે છે. પેપર ચેકિંગની કામગીરી સંભાળતો સ્ટાફ પણ કોન્ટ્રાક્ટ આધારિત છે ત્યારે યુનિવર્સિટીના કાયમી કુલપતિ અને કુલસચિવ દ્વારા પરીક્ષાના પરિણામોની ચોક્કસ તારીખ જાહેર કરી તે તારીખે જ પરિણામો જાહેર થાય તે જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્ય ચૂંટણી પંચની તૈયારી પર પ્રશ્નચિહ્ન!:વેબસાઈટ પર જૂનો ડેટા, તાલુકા-નગરપાલિકાની મુદ્દત અંગે સ્પષ્ટતા જ નહીં, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ માહિતી વ્યવસ્થામાં ખામી
    Next Article
    પાણી માટે પાલિકાની ઘોર ઉદાસીનતા અને ગૃહિણીઓની વેદના.:અંબિકા નગરમાં સાડા ત્રણ મહિનાથી પાણી માટે ટળવળતા લોકો, એસી માં બેસેલા અધિકારીઓનો વાસ્તવિકતાથી વેગળો લૂલો બચાવ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment