Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિત્રનો બર્થ-ડે ઉજવવા ગયેલા સગીરને બુટલેગરે ધોકાવ્યો:તું દારૂની કેમ બાતમી આપે છે? કહીને , પિતા ફરિયાદ કરવા ગયા તો પોલીસકર્મીએ કહ્યું- 'પીઆઇ સાહેબને મળી લેજો'

    19 hours ago

    અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. બુટલેગરે 16 વર્ષીય સગીર અને યુવકને તું દારૂની કેમ બાતમી આપે છે એમ કહીને લાકડીઓ અને છરી વડે માર્યો હતો. આ મામલે સગીરના પિતા દ્વારા નિકોલ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં રાતે ફરિયાદ કરવા ગયા હતા. જોકે, પોલીસે ફરિયાદ લેવાની જગ્યાએ પીઆઇ સાહેબને મળી લેજો કહ્યું હતું. પીઆઇને મળીને ફરિયાદ લેવા જાણ કરી હતી. જોકે, આ મામલે હજી સુધી નિકોલ પોલીસે ફરિયાદ નોંધી નથી. નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એસ. વાઘેલાએ જણાવ્યું હતું કે, 16 વર્ષીય સગીરને માર માર્યો હોવાનું મારા ધ્યાન પર આવ્યું છે. આ મામલે પોલીસ ફરિયાદ લેવાની તજવીજ ચાલી રહી છે. સગીરના મિત્રનો જન્મદિવસ હોવાથી સગીર ત્યાં ગયો હતો મળતી માહિતી મુજબ 16 વર્ષીય સગીર ઓઢવ વિસ્તારમાં તેના પરિવાર સાથે રહે છે. સગીર અગાઉ નિકોલ વિસ્તારમાં પારંતી ઔડા આવાસ યોજનાના મકાનમાં પરિવાર સાથે રહેતો હતો. હાલમાં તેનું મકાન ભાડે આપેલું છે. 16 વર્ષીય સગીર વર્ષો સુધી નિકોલ ખાતે જુના મકાનોમાં રહેલો હતો જેથી તેના મિત્રો ત્યાં હતા. ગઈકાલે 24 માર્ચના રોજ સગીરના મિત્રનો જન્મદિવસ હોવાથી સગીર ત્યાં ગયો હતો. સગીર તેના મિત્રો સાથે ત્યાં હાજર હતો. પોલીસકર્મીએ ફરિયાદ માટે પીઆઈ સાહેબને મળવા માટે કહ્યું આ દરમિયાન મોન્ટુ નામનો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને સગીરને તું દારૂની બાતમી કેમ આપે છે એમ કહીને માર માર્યો હતો. તેની સાથે એક મિત્ર પણ વચ્ચે પડ્યો હતો જે મિત્રને પણ છરી અને ડંડા વડે માર માર્યો હતો, જેના કારણે બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારબાદ મોન્ટુ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ સગીરના પિતાને પણ કરવામાં આવી હતી, જેથી તેઓ પણ ત્યાં આવ્યા હતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે સગીરના પિતા ગયા હતા પરંતુ, હાજર પોલીસકર્મીએ તેમને પીઆઇ સાહેબને ફરિયાદ માટે મળી લેજો એવું કહ્યું હતું જે બાદ આજે સવારથી ફરિયાદ નોંધાવા માટે તેઓ પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે. માર મારનાર બુટલેગર છે અને અગાઉ પણ તેની સામે ગુનામાં પાસા થઈ છે સગીરના પિતાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારો પુત્ર તેના મિત્રનો જન્મદિવસ હોવાથી નિકોલ ખાતે મારા જુના મકાને ગયો હતો ત્યાં મોન્ટુ નામનો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને દારૂની બાતમી કેમ આપે છે એમ કહી અને માર માર્યો હતો. માર મારનાર બુટલેગર છે અને અગાઉ પણ તેની સામે ગુનામાં પાસા થયેલા છે. પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટીની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા પરંતુ પીઆઇ સાહેબને મળીને ફરિયાદ આપવા પોલીસ કર્મી એ કહ્યું હતું જેના કારણે થઈને હજી સુધી ફરિયાદ નોંધવામાં આવી નથી.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં આમ આદમી પાર્ટીની 'વિજય વિશ્વાસ સભા':કેજરીવાલે કહ્યું- 30 વર્ષ સુધી નેતાઓ-પાર્ટીઓને વોટ આપ્યા, હવે તમે ખુદને વોટ આપી તમારી સરકાર બનાવો
    Next Article
    ધ્રાંગધ્રામાં રામનવમી પૂર્વે સર્વ સમાજની બેઠક યોજાઈ:PIની અધ્યક્ષતામાં શોભાયાત્રાના આયોજન અંગે માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment