Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડસ્મામાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા:મહેસાણા સેશન્સ કોર્ટનો ચુકાદો, પારિવારિક ઝઘડામાં દાતરડા અને ધોકા મારીને પતાવી દીધી'તી

    17 hours ago

    મહેસાણા જિલ્લાના વડસ્મા ગામે થોડા સમય પૂર્વે બનેલી હૃદયદ્રાવક હત્યાની ઘટનામાં મહેસાણા સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પારિવારિક ઝઘડામાં પોતાની જ પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર નરાધમ પતિ રમેશભાઈને કોર્ટે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂપિયા 5000નો દંડ ફટકાર્યો છે. દાતરડા અને ધોકા મારીને પત્નીને પતાવી દીધી'તી વડસ્મા ગામે આરોપી રમેશભાઈએ સામાન્ય ઘરકંકાસમાં ઉશ્કેરાઈ જઈ પોતાની પત્ની મીનાબેન પર દાતરડા અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘાતકી હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે મીનાબેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ બાદ કેસ મહેસાણા સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. 35 દસ્તાવેજી પુરાવાઓ અને 14 સાક્ષીઓની તપાસ સુનાવણી દરમિયાન મહેસાણા સેશન્સ કોર્ટના જજ એ.એલ. વ્યાસ સમક્ષ સરકારી વકીલ ભરતકુમાર જી. પટેલે ધારદાર દલીલો રજૂ કરી હતી. પ્રબળ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીના આધારે સરકારી વકીલે આરોપીને સખત સજા થાય તે માટે કોર્ટનું ધ્યાન દોર્યું હતું. સમગ્ર ટ્રાયલ દરમિયાન કોર્ટ સમક્ષ 35 જેટલા મહત્વના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને કુલ 14 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. આજીવન કેદની સજા ને દંડ ફટકાર્યો કોર્ટે બંને પક્ષોની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખીને અવલોકન કર્યું હતું કે પત્નીની હત્યાનો ગુનો અત્યંત ગંભીર છે. પરિણામે આરોપી પતિ રમેશભાઈને આજીવન કેદની સજાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ચુકાદાથી સમાજમાં દાખલો બેસે અને ગુનેગારોમાં કાયદાનો ડર રહે તેવો મહત્વનો નિર્ણય ન્યાયતંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ:મિલકતની તબદીલી માટે પ્રાંત અધિકારીની મંજૂરી ફરજિયાત
    Next Article
    IG નિર્લિપ્ત રાય જામનગર પહોંચ્યા:SP કચેરીએ ગુનાઓની સમીક્ષા, શાંતિ સમિતિને કડક સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment