Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ:મિલકતની તબદીલી માટે પ્રાંત અધિકારીની મંજૂરી ફરજિયાત

    15 hours ago

    જામનગર શહેરમાં 29 જેટલા વિસ્તારોમાં આગામી પાંચ વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદો 22 માર્ચ, 2031 સુધી અમલમાં રહેશે. આ અંગે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે એક યાદીમાં જણાવ્યું હતું. અશાંતધારાના અમલને કારણે આ નિયત કરાયેલા વિસ્તારોમાં મિલકતની તબદીલી (વેચાણ, ભાડું વગેરે) માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને જામનગર શહેરના પ્રાંત અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. આ જોગવાઈ ગુજરાત અશાંત વિસ્તાર ખાતેની મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેના અધિનિયમ, 1991ની કલમ-4, 5 અને 5-(એ) હેઠળ કરવામાં આવી છે. આ કાયદા હેઠળ આવરી લેવાયેલા વિસ્તારોમાં સીટી સર્વે-1માં રાજગોર ફળી, ગણેશફળી, દેવબાગ, સમૃદ્ધિ એપાર્ટમેન્ટ, સુતરીયા ફળી, વઝીર ફળી, શત્રુખાના, ડેલી ફળી, વજુ કંદોઇની ડેલી, બારોટ ફળી, ટાંક ફળી, હવેલી શેરી, ધોરમ ફળી, સોની ફળી, મોટુ ફળી, દેહરા ફળી, વંડા ફળી, ખારા કૂવા, સોઢાનો ડેલો, પુનાતર ફળી, ઘોઘીનો ડેલો, વારીયાનો ડેલો, ભોઇવાડો, કુંભારવાડો, ખવાસ વાડો, કોલીવાડ, અણદાબાવાનો ચકલો અને નાગર ચકલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સીટી સર્વે-2માં સમાવિષ્ટ પંચવટી વિસ્તાર પણ આ કાયદા હેઠળ આવશે.
    Click here to Read More
    Previous Article
    મધ્ય ગુજરાતમાં કોમર્શિયલ ગેસની અછત:કેટરિંગ એસોસિએશને પુરવઠા અધિકારીને રજૂઆત કરી
    Next Article
    વડસ્મામાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા:મહેસાણા સેશન્સ કોર્ટનો ચુકાદો, પારિવારિક ઝઘડામાં દાતરડા અને ધોકા મારીને પતાવી દીધી'તી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment