Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મધ્ય ગુજરાતમાં કોમર્શિયલ ગેસની અછત:કેટરિંગ એસોસિએશને પુરવઠા અધિકારીને રજૂઆત કરી

    13 hours ago

    મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છેલ્લા બે અઠવાડિયાથી કોમર્શિયલ રાંધણગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. આ સમસ્યાને પગલે, સ્થાનિક કેટરિંગ એસોસિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ગેસ પુરવઠો પૂરો પાડવા માંગ કરવામાં આવી છે. કેટરિંગ એસોસિએશનના સભ્યોના જણાવ્યા અનુસાર, છેલ્લા 15 દિવસથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો ન મળવાને કારણે કેટરિંગનો વ્યવસાય સંપૂર્ણપણે ઠપ્પ થવાની આરે છે. હાલમાં લગ્નગાળો અને અન્ય શુભ પ્રસંગોની સીઝન ચાલી રહી હોવાથી મોટા પ્રમાણમાં ઓર્ડર મળેલા છે. જોકે, ગેસના અભાવે આ ઓર્ડર પૂરા કરવા અશક્ય બન્યા છે. આ અછતની સીધી અસર માત્ર વ્યવસાયના માલિકો પર જ નહીં, પરંતુ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો શ્રમિકોની રોજગારી પર પણ પડી છે. કોર્પોરેટ ઇવેન્ટ્સ અને સ્થાનિક પ્રસંગોના ઓર્ડર રદ થવાને કારણે રોજગારીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેટરિંગ એસોસિએશને કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો જથ્થો તાત્કાલિક ધોરણે ફાળવવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં આમ આદમી પાર્ટીની 'વિજય વિશ્વાસ સભા':ભગવંત માને કહ્યું-'અમે તમારા બાળકોને ભણાવવા આવ્યા છીએ, પણ આ કોંગ્રેસ-ભાજપવાળા લડાવવા આવ્યા છે'
    Next Article
    જામનગરમાં 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ:મિલકતની તબદીલી માટે પ્રાંત અધિકારીની મંજૂરી ફરજિયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment